ગુજરાતમાં ખાનગી કંપનીઓ અને પેઢીઓમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના દરોડાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારને ત્યાં વહેલી સવારથી ઈડીના દરોડા પડ્યા છે. અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસમાં બેનામી સંપત્તી સામે આવી શકે છે.
બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે વહેલી સવારથી જ ઈડીએ દરોડા પાડ્યા હતાં. ઈડીના સર્ચ ઓપરેશનની જાણ થતાં જ અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ઈડીના અધિકારીઓએ વહેલી સવારથી જ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.













