આ પરીક્ષાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય કે મુંઝવણ વગર, સંપૂર્ણ આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે તણાવ હોય તો તેના યોગ્ય નિરાકરણ માટે જિલ્લાના દરેક તાલુકા દીઠ બે નિષ્ણાંત માર્ગદર્શક અને સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે.


નિષ્ણાંતોનો મોબાઈલના માધ્યમથી સંપર્ક કરી શકશે વિધાર્થીઓ

પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ નિષ્ણાંતોનો મોબાઈલના માધ્યમથી સંપર્ક કરી શકશે અને જરૂરી શૈક્ષણિક તથા માનસિક માર્ગદર્શન મેળવી શકશે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે નિમાયેલા માર્ગદર્શકોમાં ધ્રાંગધ્રા તાલુકા માટે કે.એસ. ડાભી મો. ૯૮૭૯૬૩૬૯૧૦ અને રાકેશભાઈ શુકલા મો. ૯૪૨૮૩૨૯૩૯૪, પાટડી તાલુકા માટે જિગરભાઈ જાની મો.૯૯૯૮૪૭૨૬૦૨ અને અનિલભાઈ કે. ગોહિલ મો.૯૬૨૪૨૨૦૫૪૩, ચોટીલા તાલુકા માટે રમેશભાઈ હડાળિયા મો.૯૯૭૪૬૦૨૬૯૨ અને ઋતુરાજસિંહ વી. ઝાલા મો.૯૭૨૫૨૩૦૩૦૯, સાયલા તાલુકા માટે એચ.ડી. ઠાકર મો.૯૮૨૫૨૫૧૨૦૩ અને જયેશકુમાર નાયી મો.૮૮૪૯૧૩૪૯૫૭, તથા થાનગઢ તાલુકા માટે પી.એમ. ઝાલા મો. ૯૪૨૯૧૬૩૩૩૪ અનેધનિબેન વણોલ મો. ૭૬૯૮૯૧૨૪૪૩ નો સમાવેશ થાય છે.

લખતર તાલુકા આ નંબરો રહેશે

આ ઉપરાંત, લીંબડી તાલુકાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે હિતેષભાઈ પંડ્યા મો.૯૮૨૪૫૬૭૮૯૯ અને મુળીયા પરીમલભાઇ મો.૯૯૭૮૦૯૬૬૫૮ નો સંપર્ક કરી શકશે. ચુડા તાલુકા માટે હિતેષભાઈ કણઝરીયા મો.૯૫૧૦૯૫૨૯૫૪ અને સુરેશભાઈ ધોરીયા મો. ૯૨૯૫૬૦૪૩૭૬ની નિમણૂક કરવામાં આવી છે. લખતર તાલુકા માટે કેતનભાઈ પટેલ મો. ૯૮૨૪૦૧૧૯૬૩ અને પ્રિયાબેન ડોડીયા મો. ૭૮૭૪૭૭૪૫૧૧ કાર્યરત રહેશે, જ્યારે મૂળી તાલુકા માટે વારીશભાઈ ભટ્ટા મો. ૯૧૭૩૧૮૬૦૦૧ અને ભરતકુમાર પટેલ મો. ૯૪૨૯૭૭૦૮૨૫ સેવા આપશે. વઢવાણ અને સુરેન્દ્રનગર શહેર વિસ્તાર માટે સરીતાબેન પરમાર મો. ૯૮૭૯૪૭૯૦૧૩ અને શ્રી પંકજભાઈ યાદવ મો. ૯૪૨૬૯૫૨૨૭૦ની માર્ગદર્શક તરીકે વરણી કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યશ્રીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની શાળાના વિદ્યાર્થીઓને આ કાઉન્સેલિંગ અને માર્ગદર્શન સુવિધા વિશે જાણ કરે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવી પરીક્ષાના તણાવમાંથી મુક્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તેમ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : Anand News : આણંદના સોજીત્રાના કાસોર ગામે કૌટુંબિક ભાઈએ જ ભાઈના ઘરમાં કરી ચોરી, પોલીસે આરોપીને ઝડપી તપાસનો ધમધમાટ કર્યો શરૂ


 

  • Follow us on: