સુરેન્દ્રનગરમા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે શહેરમાં માલધારી સમાજના યુવાનો દ્વારા આજે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી શહેરના રિવરફ્રન્ટ રોડ પર આવેલા કુંભારપરા ગાયમાતા સર્કલથી પ્રારંભ કરવામાં આવી હતી, જે શહેરના વિવિધ માર્ગો પર ફરી કરમણપરા સ્થિત ઠાકર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
સમાજના વડીલો અને આગેવાનો પણ હાજર રહ્યા
આ રેલી દરમિયાન સમગ્ર શહેરમાં ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો માહોલ સર્જાયો હતો. માલધારી સમાજના મોટી સંખ્યામાં યુવાનો આ બાઈક રેલીમાં જોડાયા હતા. આ સાથે સાથે સમાજના વડીલો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડીજેના તાલે ભરવાડ સમાજની પરંપરાગત રાસ, ગરબા, હુડો, છંદ, દુઆ સહિતના લોકનૃત્યો અને ગીતોની રમઝટ ગુંજન કરી હતી.













