સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે કોલસા ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીંબડી પ્રાંત અધિકારીએ દરોડા પાડી સરકારી સરવે નંબરની જમીન પર ચાલી રહેલું ગેરકાયદે કોલસા ખનન ઝડપ્યું હતું.
ત્રણ ગેરકાયદે કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, કોલસો ઉલેચવા માટે ખોદવામાં આવેલા ત્રણ ગેરકાયદે કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ચરખી, ટ્રેક્ટર, જનરેટર સહિતનો ખનન માટે ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.













