વડોદરા શહેરના નવાપુરા મહેબૂબપુરા વિસ્તારમાં ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન ગેસ ગ્રેનેડ મળતાં પોલીસ તંત્ર પહોંચ્યું હતું. ગેસ ગ્રેનેડ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આ ગેસ ગ્રેનેડ 40થી 50 વર્ષ જૂનો છે
એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે, આ ગેસ ગ્રેનેડ 40થી 50 વર્ષ જૂનો છે અને નિર્જીવ હોવાથી કોઈ જોખમ નથી. બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે આવી તપાસ કરી, અને તપાસમાં ગ્રેનેડ ડેડ હોવાનું જાણી આવતા રાહત થઇ. ગ્રેનેડની વધુ તપાસ માટે FSLની મદદ લેવામાં આવશે.













