ગુજરાતમાં કોર્ટ, કચેરી, એરપોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ સતત મળી રહ્યાં છે. પોલીસે આ પ્રકારની ધમકી આપનારા એક આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપી પકડાયા બાદ પણ વડોદરા અને ભુજની કોર્ટ સહિત વડોદરાની એરફોર્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પ્રકારની ધમકીઓને કારણે વકીલો આક્રોશમાં જોવા મળી રહ્યા છે. બોમ્બની ધમકી વચ્ચે આવતીકાલે બરોડા બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણી યોજાશે.


વકીલોએ કહ્યું આ કેસ અમને સોંપી દો

વડોદરામાં બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીના આગળના દિવસે કોર્ટને ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો છે. આ ધમકીને લઈને કોર્ટના વકીલોએ કહ્યું હતું કે, આ કેસ અમને સોંપી દો, પોલીસે એક આરોપીને ઝડપ્યો તે છતાંય આ પ્રકારના મેલ આવી રહ્યાં છે. આરોપીઓ આખરે પકડાતા કેમ નથી. ન્યાય પ્રક્રિયામાં વિલંબ થાય તે યોગ્ય નથી. વકીલો અને અરજદારો વારંવાર મુશ્કેલીમાં મુકાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા



  • Follow us on: