વડોદરા શહેરમાં છેલ્લા દસ દિવસમાં બાળ સુરક્ષાને કલંકિત કરતો બીજો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી વુડાની આવાસ યોજનામાં એક 22 વર્ષીય યુવકે 6 વર્ષની નાની બાળકી સાથે શારીરિક અડપલા કરી માનવતાને લાંછન લગાડ્યું છે.


6 વર્ષીય બાળકીને કર્યા અડપલાં

મળતી માહિતી અનુસાર, ઉતરાયણના પર્વ નિમિત્તે જ્યારે આખું શહેર પતંગબાજીમાં મશગૂલ હતું, ત્યારે બપોરે 12 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી સુનિલ રાઠવાએ અગાસી પર 6 વર્ષીય બાળકીને એકલી જોઈ તેના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા. પરંતુ બાળકે હિંમત બતાવીને બાળકીએ સમગ્ર આપવીતી જણાવી હતી. બનાવની ગંભીરતા સમજીને માતાએ તુરંત કપુરાઇ પોલીસ મથક ખાતે પહોંચી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

માતાની જાગૃતિ અને પોલીસની કાર્યવાહી

હિંમત બતાવીને બાળકીએ આ સમગ્ર આપવીતી તેની માતાને જણાવી હતી. બનાવની ગંભીરતા સમજીને માતાએ તુરંત કપુરાઈ પોલીસ મથક ખાતે પહોંચી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કપુરાઈ પોલીસે ગુનો નોંધાતાની સાથે જ સક્રિય થઈને ગણતરીના કલાકોમાં આરોપી સુનિલ રાઠવાની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વડોદરામાં માત્ર દસ દિવસમાં પોક્સોનો આ બીજો કેસ નોંધાતા વાલીઓમાં ફાળ પડી છે. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે કે તહેવારોના સમયે પણ બાળકો પર નજર રાખવી કેટલી અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Surendranagarમાં ખનીજ માફિયાઓ પર તવાઇ, ખનિજ ચોરો અને બુટલેગરોને નાથવા તંત્રનો માસ્ટર પ્લાન


  • Follow us on: