વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. મકરપુરાની સાંઈ દર્શન સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસમાં કૂતરાઓએ એક-બે નહીં પણ કુલ ૩૦ જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સોસાયટીના રસ્તાઓ પર રખડતા શ્વાનો એટલા હિંસક બન્યા છે કે વાહનચાલકો અને રાહદારીઓ પર અચાનક હુમલો કરી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે હવે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે.


કોર્પોરેશનની ઘોર બેદરકારી

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પાલિકાની આ ઉદાસીનતાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સોસાયટીમાં કૂતરાઓના ડરને કારણે ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે. રહીશોની માંગ છે કે કોર્પોરેશન તાત્કાલિક ધોરણે આ હિંસક કૂતરાઓને પકડવાની કામગીરી હાથ ધરે, જેથી વધુ કોઈ વ્યક્તિ શ્વાન કરડવાનો શિકાર ન બને.

આ પણ વાંચો : Surendranagar News : હરીપરના પાટીયા પાસે કાર પલટતા બે યુવકોના કરુણ મોત, બે ગંભીર રીતે ઘાયલ



  • Follow us on: