વડોદરા શહેરના નેશનલ હાઈવે પર તરસાલી–જાંબુઆ વચ્ચે આજે સ્થાનિક રહેવાસીઓએ ટ્રાફિક નિયમન અને સુરક્ષાની સમસ્યાઓ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો. લોકોએ પોતાના દ્વિચક્રી વાહનો સીધા રસ્તાની વચ્ચે આડા મૂકતા હાઈવે પર લાંબી વાહનકતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
કેટલાક મુસાફરો અને વાહનચાલકોએ રસ્તો ખુલ્લો કરવા સ્થાનિકોને વિનંતી કરી
ઘટનાસ્થળે કેટલાક મુસાફરો અને વાહનચાલકોએ રસ્તો ખુલ્લો કરવા સ્થાનિકોને વિનંતી કરી હતી, પરંતુ રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું કે કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર આવી તેમની ફરિયાદો સાંભળે ત્યાર બાદ જ વાહનો ખસેડવામાં આવશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલીની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.













