વડોદરામાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું. શંકાસ્પદ વાહનોની તપાસ દરમિયાન ત્યાંથી એક બાઈક ચાલક પસાર થયો હતો. આ બાઈક ચાલકે જોર જોરથી હોર્ન વગાડવાનું ચાલુ રાખ્યું હતું. જેથી પોલીસે તેને રોકીને હોર્ન વગાડવા મુદ્દે ટોક્યો હતો. ત્યારે બાઈક ચાલકે પોલીસ સાથે જીબાજોડી કરી હતી. તેણે પોલીસ કર્મીઓને અપશબ્દો બોલ્યા હતાં. પોલીસે તેની સામે સરકારી કામમાં અડચણ ઊભી કરવા મુદ્દે ગુનો નોંધ્યો હતો.


તેણે જોર જોરથી હોર્ન વગાડ્યું હતું

પ્રાપ્ત વિગતો પ્રમાણે હરણી પોલીસ સ્ટેશનના કર્મચારીની ફરિયાદ પ્રમાણે તેઓ પેટ્રોલિંગમાં હતાં ત્યારે બપોરે આશરે અઢી વાગ્યાની આસપાસ ખોડિયારનગર તરફ જવાના રસ્તે કામ ચાલુ હોવાથી એક તરફની લેન ચાલુ હતી. આ દરમિયાન એક કાર ચાલક પસાર થયો હતો પોલીસે તેને કોર્ડન કરીને તપાસ માટે ઉભો રાખ્યો હતો. ત્યાં એક બાઈક ચાલક નીકળ્યો હતો તેણે જોર જોરથી હોર્ન વગાડ્યું હતું. તે રેપિડો ચાલક હતો.

બાઈક ચાલકને ઉભો રાખીને હોર્ન વગાડવા માટે ટોક્યો

પોલીસે બાઈક ચાલકને ઉભો રાખીને હોર્ન વગાડવા માટે ટોક્યો હતો. ત્યારે તેણે પોલીસને અપશબ્દો બોલ્યા હતાં. તેણે પોલીસ કર્મીઓ સાથે ગાળાગાળી પણ કરી હતી. પોલીસે તેને અપશબ્દો બોલવાની ના પાડી હતી. તે છતાંય તે ગમે તેમ બોલી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેથી પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ જઈ સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પણ વાંચોઃ Junagadh News: મહા શિવરાત્રીના મેળાને લઈ ગાંધીનગરમાં બેઠક, રાજ્ય સરકાર મેળા માટે ખાસ તૈયારીઓ કરી રહી છે


  • Follow us on: