વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા બાઈક ચાલક યુવકોને ગંભીર અકસ્માત નડ્યો હતો. તરસાલી બ્રિજ પાસે આઇસર ટેમ્પો પાછળ બાઈક અથડાતા બે યુવકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બાઈક ચાલક શ્યામ યાદવનું ઘટના સ્થળે જ કરુણ મોત
અકસ્માતમાં બાઈક ચાલક શ્યામ યાદવનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર રાજેશ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.













