વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને કચ્છ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2016માં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં 1 કરોડથી વધુની કિંમતનું લોખંડનું મટિરિયલ ખરીદી તેની રકમ ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.


આરોપી કચ્છમાંથી ઝડપાયો

આરોપી આનંદરાજ ડેવિન્ડ્રુનાથન એન્થની (ઉંમર 63 વર્ષ) હાલ કચ્છ જિલ્લાના સામખીયાળી વિસ્તારમાં હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક કચ્છ પહોંચી ગઈ હતી અને ખાનગી રીતે સતત નિરીક્ષણ રાખીને આરોપીને ઝડપી પાડવામાં સફળ રહી હતી.

આરોપીને વડોદરા લવાયો

 આરોપીને વડોદરા લાવવામાં આવ્યો હતો અને વર્ષ 2016માં નોંધાયેલા ગુનાની વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આરોપી તેની કંપની અને મકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો

આરોપી માંજલપુર વિસ્તારમાં ધવલ એપાર્ટમેન્ટ ખાતે આવેલી અમર સ્ટીલ સપ્લાયર્સની ઓફિસમાંથી લોખંડનું મટિરિયલ લીધું હતું. જેની કિંમત રૂ. 1,03,48,579 હતી. આ રકમ ચૂકવ્યા વિના આરોપી તેની કંપની અને મકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.


આ પણ વાંચો---     Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે


  • Follow us on: