વડોદરા તાલુકાના વરણામા પોલીસ મથક હદમાં આવેલ પોર ગામમાં એક પરિવારની 14 વર્ષીય કિશોરીએ ચોથા માળના ધાબેથી કૂદીને આપઘાત કરી લીધો. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને ગામમાં ચકચાર મચાવી છે.
તેની ઉંમરના કિશોર સાથે લાગણીના સંબંધો
માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ મૂળના આ પરિવારના નાની ઉંમરની કિશોરીએ પોતાના જ ફ્લેટમાં રહેતા તેની ઉંમરના કિશોર સાથે લાગણીના સંબંધો બાંધી લીધા હતા. કિશોરીના પિતાએ કહ્યું હતું કે ઉંમર થઈ જાય ત્યારે બંનેનો લગ્ન કરાવાશે.













