વાઘોડિયા વિસ્તારમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જિલ્લા એલસીબીએ મંદિરોમાં ચોરી કરનારા તસ્કરને ઝડપી પાડ્યો હતો


તાજેતરમાં મંદિરોમાં ચોરી થઇ હતી

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. તાજેતરમાં વાઘોડિયા GIDCમાં આવેલ અંબા માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ઉપરાંત જરોદ નજીક આવેલ જૈન દેરાસરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો

બાતમીના આધારે એક તસ્કર ઝડપાયો

મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતા જિલ્લા એલસીબીએ ઉંડી તપાસ કરી હતી અને આજે બાતમીના આધારે વોચ ગોઠવીને એક તસ્કરને ઝડપી પાડ્યો હતો.

આરોપી દાહોદ જિલ્લાનો રહેવાસી

ઝડપાયેલા આરોપી કલ્પેશભાઈ બગીયાભાઈ ભાભોર હોવાનું બહાર આવ્યું હતું અને આરોપી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટ ગામનો રહેવાસી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું

ભગવાનના દાગીના અને રોકડ રકમ જપ્ત કરાઇ

આરોપી પાસેથી મંદિરના ભગવાનના દાગીના અને રોકડ રકમ જપ્ત કરાઇ છે. આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપીઓ અજીત છગનભાઈ ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે વિજય જૉર્સિંગ મડોળની સંડોવણી બહાર આવી

બે આરોપીની શોધખોળ

આ બંને આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે જેથી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો----     Anand : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન

  • Follow us on: