વડોદરા શહેરના ગોરવા રોડ પર ગઈકાલે રાત્રે એક શરમજનક ઘટના સામે આવી હતી. ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેડા સર્કલ નજીક ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ રેડ હોવાથી વાહનો મોટી સંખ્યામાં ઉભા હતા. તે સમયે બાઈક ઉપર સવાર એક યુવકે વાહનોની વચ્ચે જ પોતાની બાઈક ઊભી રાખી જાહેરમાં લઘુશંકા કરી હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ભારે સંકોચ અને નારાજગી જોવા મળી હતી.


ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડિયોના આધારે ગોરવા પોલીસે બાઈક નંબર ટ્રેસ કરી આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ ગણેશ દિનકર સોનવણે (રહે. રાજલક્ષ્મી ટેનામેન્ટ, લક્ષ્મીપુરા રોડ) તરીકે થઈ છે.

કાન પકડી ઉઠબેસ કરી માફી માંગી

પોલીસ સમક્ષ લાવવામાં આવ્યા બાદ યુવકે પોતાની શરમજનક હરકત બદલ કાન પકડી ઉઠબેસ કરી માફી માંગી હતી. ગોરવા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.


આ પણ વાંચો----    Gujarat : નવા DGPની પસંદગી માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો કોણ બનશે ડીજીપી

  • Follow us on: