વડોદરા શહેરના મકરપુરા ડેપો પાસે જીઆઇડીસી રોડ પર એક હિટ-એન્ડ-રનની ઘટના બની છે. અજાણ્યા વાહને અડફેટે લેતા એક શ્રમિક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો છે


મૃતક શખ્સ ઘરેથી મોબાઈલ રિચાર્જ કરાવવા નીકળ્યો

મૃતક શખ્સ ઘરેથી મોબાઈલ રિચાર્જ કરાવવા નીકળ્યો હતો, ત્યારે તેને પીળા કલરના ટેમ્પા ચાલકે અડફેટે લીધું હોવાનું મૃતકના ભત્રીજાના નિવેદન પરથી જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે તપાસ શરુ

અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તરફથી શરુઆતમાં અકસ્માતની ગંભીરતા જોઈને તપાસની ટીમ સક્રિય કરવામાં આવી છે, તેમજ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકો પાસેથી વિગતો મેળવી રહી છે.


આ પણ વાંચો-----   Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

  • Follow us on: