વલસાડના વાપીમાં આવેલ ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં આંખના ડૉક્ટરના ઘરમાં લૂંટનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ લૂંટ પરિવારના વર્ષોથી જાણીતા પ્લમ્બરે જ કરી હતી. લૂંટના ઈરાદે આવેલા આરોપી પ્લમ્બરે ડૉક્ટરના પત્ની અને તેમની સાસુ પર હુમલો કર્યો હતો.


ડૉક્ટરના પત્ની અને તેમની સાસુ પર પ્લમ્બરે કર્યો હુમલો

જેના કારણે બંને ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે આરોપી ફરાર થાય તે પહેલા જ વાપી પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી પ્લમ્બરને ઘરના ટેરેસ પરથી જ દબોચી લીધો હતો. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

E આ પણ વાંચો: Valsad News: વાપીમાં ગેરકાયદે ચાલતા PET ક્લિનિક પર પશુપાલન શાખાના દરોડા, એક ક્લિનિકને બંધ કરી દેવાયુ


  • Follow us on: