વાવ થરાદ જિલ્લામાં ખેડૂતો ઉપર ફરી નવી કુદરતી આફત આવી પડી છે. પહેલા કમોસમી વરસાદ, ત્યારબાદ ભારે માવઠું અને હવે શિયાળાની શરૂઆતમાં જ પાકમાં જીવાતનો ઉપદ્રવ ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી પરીસ્થીતી સર્જાઈ


મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવ્યો

વાવ થરાદ જીલ્લા સહિત આસપાસના ગામોમાં અતિવૃષ્ટિ ના કારણે ચોમાસું સીઝન તો ફેલ થઇ હતી અને અત્યારે રવિ સીઝનમાં વાવેતર ચણા એરંડા અને રાયડા ના પાકમાં ઇયળનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ચણા અને એરંડા ના લીલા છોડ પર ઇયળો તૂટી પડતા ખેડૂતો ને મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવ્યો તેને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

ઇયળો પાકને કોરી ખાઈ રહી છે

ખેડૂતો જણાવે છે કે ચણા અને એરંડા ના પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં પણ ઇયળો પાકને કોરી ખાઈ રહી છે. પરિણામે પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ચણા અને એરંડા અને રાયડા ના પાકને નુકસાન

વારંવાર આવતી કુદરતી આફતોના કારણે પહેલેથી જ આર્થિક સંકટમાં આવેલા ખેડૂતોની હાલત વધુ દયનીય બની છે. ચોમાસુ સીઝન નિષ્ફળ ગયા બાદ હવે રવિ સીઝનમાં પણ ચણા અને એરંડા અને રાયડા ના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

કૃષિ વિભાગ માર્ગદર્શન અને સહાય પૂરી પાડે

ખેડૂતોની માંગ છે કે કૃષિ વિભાગ તાત્કાલિક મેદાનમાં ઉતરી ઇયળના ઉપદ્રવને કાબૂમાં લેવા યોગ્ય જંતુ નાશક દવાઓ નું માર્ગદર્શન અને સહાય પૂરી પાડે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: