ચોમાસાની શરૂઆત પહેલાં જ અમદાવાદીઓ માટે ચિંતાજનક અને સાવધ કરનારા અહેવાલો સામે આવ્યા છે. આ ચોમાસામાં પણ અમદાવાદ શહેરના 20 જેટલા અંડરપાસમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ વધી શકે છે.
કોર્પોરેશને આગોતરું આયોજન કર્યું
જોકે, આ પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના નામે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવ્યા છે. અંડરપાસમાંથી પાણી ઉલેચવા માટે મ્યુનિસિપલ તંત્રે એક ચોક્કસ એજન્સી પર મહેરબાની કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.













