સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં એક 22 વર્ષીય વિધવા મહિલાએ પોતાની માસૂમ દીકરીની નજર સામે જ ઝેર પીને આપઘાત કરી લીધો છે. મૂળ ભાવનગરની વતની અને સુરતમાં રોકાયેલી રીના નામની આ 22 વર્ષીય યુવતીએ કયા કારણોસર આ આકરો નિર્ણય લીધો તે જાણીને આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
મૃતક રીનાના ત્રણ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા
મળતી માહિતી મુજબ, મૃતક રીનાના ત્રણ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા અને સંસારમાં એક નાની દીકરી પણ છે. જોકે, વિધિના લેખ વાંકા હોય તેમ માત્ર ચાર મહિના પહેલાં જ તેના પતિ અક્ષયનું અકાળે અવસાન થયું હતું.













