ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં ગરમી વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના એસજી હાઈવે, થલતેજ, બોડકદેવ, મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું
હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં 03 જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 વાગ્યા સુધી ત્રણ કલાક માટે એલર્ટ જાહેર કરાયું હતું.













