નવસારીના યુવાનોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવાનોની હરકતોની લોકો ટિકા કરી રહ્યા છે. યુવાનોની આ રીલને લઈને કેટલાક લોકોએ તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. કારણ કે નવસારીના આ યુવાનો બેફામ લવારી કરી રહ્યા છે અને તેમની હાલત જોતા લાગે છે કે તેમણે નશો કર્યો છે. આ યુવાનોએ દારૂનો પાવર બતાવતી રીલ બનાવી વાયરલ કરી. તેમની આ હરકત ગુજરાતમાં દારૂ પ્રતિબંધના કાયદાની ઠેકડી ઉડાવતા હોવાનું બતાવે છે.


વ્યૂઝ મેળવવાની લહાયમાં ભૂલ્યા કાયદો

સોશિયલ મીડિયા પર  ફેમસ થવાનો લોકોમાં ભારે ક્રેઝ છે. વ્યૂઝ મેળવવા અને લોકપ્રિય થવા લોકો અતરંગી રીલ બનાવે છે. કયારેક રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો મોતને પણ ભેટયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. છતાં પણ લોકોના માથા પરથી રીલનું ભૂત ઉતરતું નથી. તાજેતરમાં જ વ્યૂઝ મેળવવાની લ્હાયમાં નવસારીના યુવાનો છાકટા બન્યા. આ યુવાનોએ દારૂની બોટલો સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી.

યુવાનોએ દારૂબંધીના કાયદાની ઉડાડી ઠેકડી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધની કાયદાની યુવાનોએ ઠેકડી ઉડાડી. આ વીડિયો બતાવે છે કે નવસારીમાં દારૂનો મોટાપાયે વેપલો થાય છે. દારૂના કાળાકારોબાર પર પોલીસ કયારે કાર્યવાહી કરશે તેને લઈને લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે. દારૂની બોટલો સાથે રીલ બનાવનાર લબરમૂછિયાને પાઠ ભણાવવો જોઈએ તેવી લોકોએ ઉગ્ર માગ કરી. લબરમૂછિયા યુવાનો જો આ રીતે બેફામ અને જાહેરમાં દારૂ ઢીંચતા હોય તો પછી શાતિર લોકો દારૂ મેળવવા કેવા કિમીયા કરતા હશે તેની કલ્પના ના કરી શકાય. 

કાયદાની ઠેકડી ઉડાડનારે ભણાવો પાઠ

ગુજરાતમાંથી અનેક વખત મોટા જથ્થામાં દારૂ ઝડપાયાના સમાચાર આવેલા છે. છતાં પણ ખુલ્લેઆમ લોકો દારૂ પી નશો કરે છે અને બોટલો સાથે રીલ પણ બનાવે છે. આ યુવાનોએ નવસારી જિલ્લા સહિત નજીકના વિસ્તારોમાં દારૂની બોટલો સાથે રીલ બનાવી. યુવાનોએ નશો કર્યો અને જાહેર રોડ ઉપર અને બીચ ઉપર દારૂની બોટલો અને બિયર ટીન સાથે રીલ બનાવી. દારૂબંધીનો કાયદો ભૂલેલા યુવાનોને પોલીસ પાઠ ભણાવે તે અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો : Ahmedabad News : પોલીસ કમિશનર કચેરી સામે આવેલા મંદિરમાંથી જ ચોરી, તસ્કરો ચાદીનું છત્તર અને રોકડ ઉપાડી ગયા...

  • Follow us on: