સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે.આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે પ્રચાર પડઘમ શાંત થવા આડે ગણતરીના કલાક બાકી રહ્યા છે.શુક્રવાર સાંજે પ્રચાર સભાઓ ઉપર અને રેલીઓ ઉપર પ્રતિબંધ લાગી જશે.ત્યારબાદ ઉમેદવારોના ભાવિ માટે ઉમેદવારો અને સમર્થકોની ખાટલા પરિષદો શરૂ થશે અને બંધ બારણે મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવશે.


આજે સાંજથી પ્રચાર પડઘમ થશે શાંત

ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોએ મતદારોને મનાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.પરંતુ, હીટવેવ અને કાળઝાળ ગરમી વચ્ચે મતદારોનો પ્રતિસાદ મોળો રહ્યો હતો.રવિવાર સુધી ઉમેદવારો જનમત કેળવવા માટે પૂરું જોર લગાવશે.ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના અગ્રણીઓ ઓછું મતદાન થવાની ચિંતા સેવી રહ્યા છે.26 એપ્રિલના રોજ હીટવેવના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેના કારણે મતદાન 60 ટકા કરતાં નીચે રહે કે વધે તે અંગે વિશ્લેષણ શરૂ કરાયાં છે.આદર્શ આચાર સંહિતાના ભાગ રૂપે આજે સાંજથી પ્રચારનાં પડઘમ શાંત થઈ જશે.ત્યારબાદ મતદારોને મનાવવા માટે ભાજપ અને કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખાટલા પરિષદો યોજશે.


આ પણ વાંચોઃ Modasa: જિલ્લામાં 618 મતદાન મથકો સંવેદનશીલ, 14 અતિ સંવેદનશીલ !!!


  • Follow us on: