રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે શહેરના વાતાવરણમાં ઉત્તેજના અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના આગલા દિવસે જ શહેરના ભરચક ગણાતા મક્કમ ચોક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ધોળા દિવસે આતંક મચાવ્યો છે. જૂની અદાવતનો ખાર રાખીને લુખ્ખા તત્વોએ એક યુવકની ગાડી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
રીક્ષામાં આવેલા યુવકે હથિયાર વડે ગાડી પર કર્યો હુમલો
મળતી વિગતો મુજબ, એક યુવક પોતાની ગાડી લઈને મક્કમ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક રીક્ષામાં સવાર થઈને આવેલા કેટલાક અજાણ્યા શખ્સે તેની ગાડી આંતરી હતી. કોઈ કાંઈ સમજે તે પહેલાં જ રીક્ષામાંથી ઉતરેલા શખ્સેએ પોતાના હાથમાં રહેલા તીક્ષ્ણ હથિયારો વડે ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને ગાડી પર ઉપરાઉપરી પ્રહાર કર્યા હતા.













