રાજકોટની દીકરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિની દયા ઝાપડિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું નામ ગૌરવથી ચમકાવ્યું છે. ગુજરાતની એકમાત્ર ખેલાડી તરીકે ભારતીય મહિલા હેન્ડબોલ ટીમમાં સ્થાન મેળવનારી દયા ઝાપડિયાએ થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશન (IHF) કોન્ટિનેન્ટલ ટ્રોફી 2025માં ઇતિહાસ રચ્યો છે.
સિલ્વર મેડલ જીતીને રનર-અપ નું સ્થાન મેળવ્યું
દયાના ઉત્કૃષ્ટ રમત કૌશલ્યના કારણે ભારતીય મહિલા હેન્ડબોલ ટીમે ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ દમદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું. ખેલાડીઓએ બહેતરીન ટીમ વર્ક અને આક્રમક રમત પ્રદર્શિત કરીને મજબૂત ટીમોને પણ પરાસ્ત કરી હતી. આખરે, ટીમનું આ ઉત્તમ પ્રદર્શન રંગ લાવ્યું અને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટ્રોફીમાં સિલ્વર મેડલ જીતીને રનર-અપનું સ્થાન મેળવ્યું છે.













