આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈન્ઝમામ-ઉલ-હકે તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે PCB એ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સિવાય ગુજરાતના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર જેલ બહાર આવવા તથ્ય પટેલના હવાતિયા શરૂ થયા છે. તો અન્ય સમાચારમાં અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં છરીના હુમલામાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી પી વરુણ રાજનું અવસાન થયું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર પર એક નજર.


વધુ વાંચોઃ જનપ્રતિનિધિ વિરુદ્ધ ગુનાહિત કેસોના ઝડપી નિકાલને લઇને SCનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના ઝડપી નિકાલ માટે નિર્દેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદ-ધારાસભ્યો સામેના કેસોના ઝડપી નિકાલ અંગે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા ઘડવી તેના માટે મુશ્કેલ હશે.

વધુ વાંચોઃ દિવાળી પર જેલ બહાર આવવા તથ્ય પટેલે વકીલ સાથે મળી બનાવ્યો પ્લાન

દિવાળી પર જેલ બહાર આવવા તથ્ય પટેલના હવાતિયા શરૂ થયા છે. જેમાં આરોપી તથ્ય પટેલે હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. તથ્ય પટેલ અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી છે.

વધુ વાંચોઃ PCBએ ઇન્ઝમામનું રાજીનામું સ્વીકાર્યું, કોણ બનશે પાકિસ્તાન ટીમના આગામી મુખ્ય પસંદગીકાર?

ઈન્ઝમામ-ઉલ-હકે તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે PCB એ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે ઈન્ઝમામ બાદ મુખ્ય પસંદગીકાર પદની જવાબદારી કોને આપવામાં આવશે. 

વધુ વાંચોઃ બરોડા ડેરીના નવા ચેરમેન તરીકે દિનુ મામાના નામની જાહેરાત

બરોડા ડેરીના ચેરમેનના નામની જાહેરાત થઇ ગઇ છે. જેમાં નવા ચેરમેન તરીકે દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પ્રદેશ ભાજપ તરફથી નામ જાહેર કરવામાં આવ્યું છે. 

વધુ વાંચોઃ અમેરિકાના જીમમાં ચાકૂના હુમલામાં ઘાયલ ભારતીય વિદ્યાર્થીનું મોત: વાલપરાઈસો યુનિવર્સિટી

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં છરીના હુમલામાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી પી વરુણ રાજનું અવસાન થયું છે. આ માહિતી વાલપરાઈસો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. 

વધુ વાંચોઃ રણવીરસિંહ-કાર્તિક આર્યન ઓવર એક્ટિંગની દુકાન છેઃ રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા લાંબા સમય સુધી માસ્ક પાછળ છુપાયા બાદ આખરે મોટા પડદા પર પહોંચી ગયો છે. રાજ કુન્દ્રા આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'UT 69' માટે ચર્ચામાં છે. 

વધુ વાંચોઃ સુરતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં 3 મોત

સુરત શહેરમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં શહેરમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. તેમાં વેસુમાં સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 

વધુ વાંચોઃ માફી નહી, રાજીનામુ આપો, નીતિશકુમાર પર ભડક્યા નવનીત રાણા

બિહાર સીએમના વિવાદિત નિવેદનને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપના નેતાઓ સહિત રાજકીય પાર્ટીઓ તેમના આ નિવેદનને વખોડી રહ્યા છે. જન્મ નિયંત્રણ અને મહિલા શિક્ષણને લઇને આપેલા નિવેદનનો ચોમેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પણ તેમની ઝાટકણી કાઢી.

વધુ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં ફરી થયો જોરદાર ઘટાડો, જાણી લો નવી કિંમત

ધનતેરસ અને દિવાળી પર સોના અને ચાંદીની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. ગુરુવારે એટલે કે 9 નવેમ્બર 2023ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. 

વધુ વાંચોઃ ટાઈમઆઉટ વિવાદઃ શાકિબ અલ હસન મુશ્કેલીમાં, બાંગ્લાદેશના કોચે પણ કેપ્ટનનો સાથ છોડ્યો

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 2023 વર્લ્ડકપની મેચમાં પ્રથમ વખત કોઇ ખેલાડીને ટાઇમ આઉટ આપવામાં આવ્યો હતો. આ મેચમાં શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. 

વધુ વાંચોઃ  અમદાવાદમાં લોન્ચ કરાઈ ગુજરાતની પ્રથમ સ્પેસ લેબ, વિનામૂલ્યે વિઝીટ કરાશે

અમદાવાદમાં ગુજરાતની પ્રથમ સ્પેસ લેબ લોન્ચ કરાઈ છે. જેમાં નવી સ્પેસ લેબનું નામ કલામ સારાભાઈ સ્પેસ ઇનોવેશન લેબ રાખવામાં આવ્યું છે. તેમાં સ્પેસ લેબમાં ઇનોવેશન લેબ, રોબોટિક્સ ઝોન તૈયાર કરાયું છે.

  • Follow us on: