ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તથા 48 કલાક બાદ 2થી 3ડિગ્રી તાપમાન ઘટશે. તેમજ હાલ સામાન્યથી 5 ડિગ્રી તાપમાન વધુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશના શિવપુરીથી દિલ્હી જતી બસ અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી આનંદ વિહાર જતી બસ એકબીજા સાથે અથડાઈ હતીઅત્યાર સુધીના અગત્યના સમાચાર
વધુ વાંચો: રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી, જાણો કયારથી પડશે કડકડતી ઠંડી
ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તથા 48 કલાક બાદ 2થી 3ડિગ્રી તાપમાન ઘટશે. તેમજ હાલ સામાન્યથી 5 ડિગ્રી તાપમાન વધુ છે. તેથી રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થાય છે. તથા શિયાળામાં ઠંડી ગાયબ થવા લાગી છે.
વધુ વાંચો: UP: ગ્રેટર નોયડામાં એક્સપ્રેસ-વે પર દિલ્હી જતી બે બસ ટકરાતા 3નાં મોત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશના શિવપુરીથી દિલ્હી જતી બસ અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી આનંદ વિહાર જતી બસ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.
વધુ વાંચો: દેશ વિરોધી પ્રવૃતિ કરનાર દિપકે ISIના મોકલેલી માહિતીના ખુલાસા કર્યા
દેશ વિરોધી પ્રવૃતિ કરનાર દિપક સાળુંકેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં દિપક સાળુંકેની સેન્ટ્રલ અને સ્ટેટ IBએ પૂછપરછ કરી છે. જેમાં પાકિસ્તાનની જાસૂસ એજન્સીને માહિતી આપી હતી તેવા એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યાં છે.
વધુ વાંચો: ભારતીય નૌકાદળની વધશે તાકાત, રાજનાથ સિંહ INS Mormugao સોંપશે
આધુનિક શસ્ત્રોથી સજ્જ સ્વદેશી મિસાઈલ વિનાશક INS મોરમુગાવને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુંબઈમાં ભારતીય નૌકાદળને આધુનિક સેન્સર અને રડારથી સજ્જ યુદ્ધ જહાજ સોંપશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતીય નૌકાદળમાં આ યુદ્ધ જહાજનું જોડાવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વધુ વાંચો: દેશ વિરોધી પ્રવૃતિ કરનાર દિપકે ISIના મોકલેલી માહિતીના ખુલાસા કર્યા
દેશ વિરોધી પ્રવૃતિ કરનાર દિપક સાળુંકેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં દિપક સાળુંકેની સેન્ટ્રલ અને સ્ટેટ IBએ પૂછપરછ કરી છે. જેમાં પાકિસ્તાનની જાસૂસ એજન્સીને માહિતી આપી હતી તેવા એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યાં છે.
વધુ વાંચો: અમદાવાદ: છાશવાલાની પ્રોડ્ક્ટ્સ ખાવાલાયક નથી, કારણ જાણી રહેશો દંગ
અમદાવાદ શહેરમાં એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે. તેમાં દૂધ, દૂધની બનાવટો અને સ્વિટ સહિત 40 નમૂના લેવાયા છે. તેમાં 10 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી નમૂના લીધા છે. તેમાથી 40માંથી 9 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સર્વેલન્સ નમૂના લેવાયા છે.
વધુ વાંચો: સેનાના સિપાહીને સલામ કરશે અગ્નિવીર, આનાથી સેનાનું મનોબળ તૂટશે : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગ્નિવીર યોજનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે અગ્નિવીરને સેનાના જવાનને સલામ કરવી પડશે. ખડગેએ કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષા પર હુમલો છે અને આવુ કરવાથી આપણા જવાનોનું મનોબળ તૂટશે.