આજનું સંદેશના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ ડિસેમ્બર મહિનામાં જ 10 ગાયોના મોત થયા છે, મહિને સરેરાશન 30 ગાયોનાં મોત થઇ રહ્યા છે. આ સિવાયના અન્ય સમાચારમાં દિલ્હીમાં પ્રદૂષણમાં ફરીવાર વધારો થયો છે. અહીં હવાની ગુણવત્તાનો સૂચકાંક 400ને પાર ચાલી રહ્યો છે. તો અન્ય મહત્ત્વના સમાચારમાં ગુજરાત સરકારે ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપી છે. સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે ગિફ્ટ સિટી ખાતે કર્મચારીઓ, અધિકારીઓ અને અધિકૃત મુલાકાતીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ સહિતના મહત્ત્વના સમાચાર.
શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસમાર રસ્તા, ટ્રાફ્કિ સમસ્યા, રસ્તાઓ-ફૂટપાથ પર ગેરકાયદે દબાણો સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના નિર્દેશ મારફતે અમદાવાદ શહેરમાં આવતીકાલથી જ પંદર દિવસ માટે ટ્રાફ્કિ નિયમન, ગેરકાયદે પાર્કિંગ, રસ્તા-ફૂટપાથ પરના દબાણો-લારી ગલ્લા હટાવવા સહિતના મુદ્દે અસરકારક ડ્રાઇવ ચલાવવા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરમાન કર્યું છે.
ચાલુ ડિસેમ્બર મહિનામાં જ 10 ગાયોના મોત થયા છે, મહિને સરેરાશન 30 ગાયોનાં મોત થઇ રહ્યા છે. વર્ષેદહાડે 500 ગાયોના મોત થાય છે. જેમાં ઘણી ગાયોનું કારણ છેલ્લા પાંચ વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટીક છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 24મી ડિસેમ્બરે ગુજરાત મુલાકાતે આવશે. ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ અને કલોલ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, એક દિવસમાં કેન્દ્રીય ગૃહ મંત્રી પાંચ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે.
દિલ્હીમાં પ્રદૂષણમાં ફરીવાર વધારો થયો છે. અહીં હવાની ગુણવત્તાનો સૂચકાંક 400ને પાર ચાલી રહ્યો છે. દિલ્હીની હવા ફરીવાર ઝેરી બનતા CAQM દ્વારા દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં GRAP-3 લાગુ કરી દેવામાં આવ્યું છે.
આગામી 2036માં ઓલિમ્પિક રમતના આયોજન માટે ગુજરાત દાવેદારી કરવાનું છે. જેની અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ ચાલતી તૈયારીઓ લોક સમક્ષ રજૂ કરવા વાઇબ્રન્ટ સમિટને પસંદ કરાઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ધરખમ સુધારા સાથેનું નવું ટેલિકોમ બિલ પસાર કરવામાં આવ્યું છે જેનાં પર રાષ્ટ્રપતિની સહી થતા તે કાયદો બની જશે.
સૌરાષ્ટ્રના જામનગર અને કચ્છ ખાતે 23મી ડિસેમ્બરે હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે, પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે, વાતાવરણ પલટાવાની આ શક્યતા વચ્ચે અમદાવાદમાં આગામી પાંચેક દિવસના અરસામાં તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેશે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં દેહરા કી ગલી નજીક સશસ્ત્ર ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ગુરુવારે પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા પછીની દિવસે સુરક્ષા દળોએ જંગી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર વખતે દિવ્યાંગો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરી છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હીની 2024ના ક્લાસે 1,050 જોબ ઓફર્સ મેળવી છે. સંસ્થા દ્વારા આ જાહેરાત કરરવામાં આવી હતી.