આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો RSS વડા મોહન ભાગવતે હૈદરાબાદની એક શૈક્ષણિક સંસ્થામાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે સંઘનું માનવું છે કે અનામતને જરૂર હોય ત્યાં સુધી લંબાવવું જોઈએ. અન્ય સમાચારમાં સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજા રજવાડાઓ વિશે કંઈ કહેવાનો શહેજાદાને હક નથી. આ સિવાય અમદાવાદના પાનકોરનાકા પાસે સહજાનંદ માર્કેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડતા શખ્સો ઝડપાયા છે. 


Reservation: અનામતને કોઇ અડી પણ ન શકે, રાહુલગાંધીને અમિત શાહનો વળતો જવાબ

લોકસભાની ચૂંટણીને લઇને અનામત, સનાતન ધર્મ, કોંગ્રેસનો મેનિફેસ્ટો, સંવિધાન જેવા વિવિધ મુદ્દાઓ પર નિવદનબાજી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજેપી દ્વારા અનામત છીનવી લેવાના આરોપ પર આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે વળતો જવાબ આપ્યો છે.

Lok Sabha Elections 2024: RSS હંમેશા અનામતના સમર્થનમાં: મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવતે રવિવારે (28 એપ્રિલ) કહ્યું હતું કે સંઘ પરિવારે ક્યારેય કેટલાક જૂથોને આપવામાં આવેલી અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદની એક શૈક્ષણિક સંસ્થામાં એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે સંઘનું માનવું છે કે અનામતને જરૂર હોય ત્યાં સુધી લંબાવવું જોઈએ.

Himachal Weather: હિમાચલમાં હિમવર્ષાને કારણે 60 રસ્તાઓ બંધ, ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે શનિવારે હિમાચલના પહાડોમાં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે રાજ્યના લગભગ 60 રસ્તાઓ અને ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ લાહૌલ, સ્પીતિ, ચંબા, કાંગડા અને કુલ્લુના લગભગ 60 રસ્તાઓ બંધ છે.

Gujarat News: રાજા રજવાડાઓ વિશે કંઈ કહેવાનો શહેજાદાને હક નથી: હર્ષ સંઘવી

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજા રજવાડાઓ વિશે કંઈ કહેવાનો શહેજાદાને હક નથી. બેફામ નિવેદન રાહુલ ગાંધીએ કર્યું છે. કોંગ્રેસ નિઝામ - નવાબ મુદ્દે મૌન છે. કોંગ્રેસે દેશના લોકોને લૂંટ્યા છે. પરશોત્તમ રૂપાલાજીએ તેમના નિવેદન બદલ માફી માગી છે.

Weather News : રાજયમાં આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં

ગુજરાતમાં ગરમી ધીરે ધીરે વધતી જાય છે,ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે,અગામી દિવસોમાં વાતાવરણ સૂકુ રહેશે અને 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી રહે,દરિયા વિસ્તારમાં તાપમાન 2-3 ડિગ્રી વધશે,આજે અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે,3 દિવસ બાદ રાજ્યમાં તાપમાન ઘટશે,હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યાં છે.

Ahmedabad News: સહજાનંદ માર્કેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડતા શખ્સો ઝડપાયા

અમદાવાદના પાનકોરનાકા પાસે સહજાનંદ માર્કેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડતા શખ્સો ઝડપાયા છે. જેમાં દિલ્હી મુંબઈની મેચ પર મોબાઈલથી સટ્ટો રમાડતા હતા. તેમાં 7 મોબાઈલ સાથે 5 શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. કાલીપાદા ડોંગરા, જગદીશ સાંતરા, અબ્બાસુદ્દીન શેખ તથા કીરમન શેખ અને જૈનમ શેખ નામના શખ્સની ધરપકડ કરાઇ છે.

Hamas: હમાસની કેદથી છૂટેલી ઈઝરાયલની યુવતીએ આવી આપવીતી કહી, ચોંકી જશો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. ત્યારે હમાસે ઈઝરાયલથી 200થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. આમાંથી કેટલાક તો મૃત્યુ પામ્યા છે. તો કેટલાકને શરતોને આધીન છોડી દીધા અને બીજા લોકો હજી હમાસના આતંકવાદીઓની પકડમાં છે. અને આ ઈઝરાયલી બંધકો આતંકવાદીઓની છત્રછાયામાં એક-એક દિવસ કેવા દોહ્યલા કાપી રહ્યા છે. એતો હમાસની પકડથી છૂટેલી ઈઝરાયલી યુવતીએ કહેલી પોતાની આપવીતીથી ખબર પડી.

Business News: સરકારે છ દેશોને ડુંગળી નિકાસની આપી મંજૂરી,સરકારને થશે આટલો ફાયદો

કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું કે તેણે નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં છ દેશોમાં 99,150 ટન ડુંગળી મોકલવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ પશ્ચિમ એશિયા અને કેટલાક યુરોપિયન દેશોના નિકાસ બજારો માટે 2,000 ટન ખાસ ઉગાડવામાં આવેલી સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. સરકારે 8 ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

IPL 2024: MI સામે વધ્યું DCનું ટેન્શન,2 મેચ વિનર ખેલાડી થયા બહાર

10 આઈપીએલ મેચમાંથી 5 મેચ જીતી ચૂકેલી દિલ્હી કેપિટલ્સને ડબલ ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની સામે જીતથી દિલ્હીની પ્લેઓફમાં ક્વોલિફાઈ કરવાની આશા વધી છે. આ સમયે ટીમને એકસાથે ડબલ ઝટકો લાગ્યો છે. દિલ્હીને હવે પોતાની આવનારી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે રમવાની છે. આ મેચમાંથી 2 મેચ વિનર ખેલાડી બહાર થયા છે. દિલ્હીના સહાયક કોચે આ વાતને કન્ફર્મ કરી છે.

પ્રેગ્નન્સી બાદ શા માટે આઘાતમાં હતી સોનમ કપૂર? અભિનેત્રીએ શેર કર્યા અનુભવો

બી-ટાઉનની ઘણી સુંદરીઓ છે જેમણે પોતાનો પ્રેગ્નન્સી અનુભવ શેર કર્યો છે. હવે આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાની પ્રેગ્નેન્સી વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે દરમિયાન અને પછી તેણે શું સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: