મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સુનિલ તટકરેએ અજિત પવારના મોતની તપાસ CBI પાસે કરાવવાની માગ કરી છે. બંને નેતાઓએ આ સંબંધમાં કહ્યું કે આ ઘટનાની પાછળનું સત્ય સામે આવવું જરૂરી છે.


પાર્ટી અને પરિવાર આ મામલે પારદર્શિતા ઈચ્છે છે

અજિત પવારના નિધન બાદ ઉભી થઈ રહેલી શંકાને જોતા સુનેત્રા પવાર અને સુનિલ તટકરેએ તપાસ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવાનું કહ્યું છે. તેમને કહ્યું કે પાર્ટી અને પરિવાર આ મામલે પારદર્શિતા ઈચ્છે છે. તેમને રાજ્ય સરકાર અને કેન્દ્રને અપીલ કરી છે કે આ ઉચ્ચ સ્તરીય તપાસને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, જેનાથી કોઈ પણ પ્રકારના ષડયંત્રની સંભાવનાની પુષ્ટી થઈ શકે. હાલમાં રાજ્યમાં આ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે. અજિત પવાર સાથે જોડાયેલી દુર્ઘટનાની CBI તપાસ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સામે એક પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યું. આ દરમિયાન અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

અગાઉ ધારાસભ્ય રોહિત પવારે સવાલ ઉઠાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે આ પહેલા NCPના ધારાસભ્ય રોહિત પવારે પણ આરોપ લગાવ્યો હતો કે ગયા મહિને થયેલા દુ:ખદ પ્લેન ક્રેશમાં અનેક શંકા છે. જેમાં તેમના કાકા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું નિધન થયું હતું. તેમને ઘણી એક્સપર્ટ એજન્સીઓ પાસે સમગ્ર કેસની તપાસની માગ કરી છે. તેમને એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 28 જાન્યુઆરીએ બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ ઘણી શંકાઓ ઉભી કરી છે. શું આ એક દુર્ઘટના હતી કે એક અકસ્માત? સમગ્ર મહારાષ્ટ્ર આ વાત પર સવાલ ઉઠાવી રહ્યો છે.

આ પણ વાંચો : Income Tax કાયદામાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી


  • Follow us on: