કેન્દ્ર સરકારે વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં ઓફર ફોર સેલ મારફતે 8 લિસ્ટેડ સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી વેચીને ₹25,491 કરોડ એકત્ર કર્યા છે. વર્ષ 2015 બાદનો આ સૌથી મોટો આંકડો ગણાય છે. વધતા સરકારી ખર્ચ, કાચા તેલના ભાવમાં વધારો, સબસિડીનો વધતો બોજ અને રાજકોષીય લક્ષ્યો હાંસલ કરવા માટે સરકાર વિનિવેશની પ્રક્રિયા ઝડપથી આગળ ધપી રહી છે.
સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ ₹80,000 કરોડના વિનિવેશનું લક્ષ્ય નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બજારની સ્થિતિને કારણે લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે આ વખતે વર્ષના પ્રારંભિક મહિનાઓમાં જ હિસ્સેદારી વેચાણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
આ વર્ષે કઈ કંપનીઓમાં હિસ્સેદારી વેચાઈ?
સરકારે આ વર્ષે Bharat Heavy Electricals Limited (BHEL), Indian Railway Finance Corporation (IRFC), Central Bank of India, Coal India Limited, NHPC Limited, NLC India Limited અને General Insurance Corporation of India જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડી છે. ખાનગી કંપનીઓમાં ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સ, ઈસ્ટર્ન સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ, સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ, HMA એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટ્રિંગ મેટાવર્સના શેર પણ વેચવામાં આવ્યા છે.
નિષ્ણાતો શું કહે છે?
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ OFS સામાન્ય રીતે બજાર ભાવ કરતાં 3%થી 10% ડિસ્કાઉન્ટ પર આવે છે. તેથી રોકાણકારો ઘણીવાર પોતાના હાલના શેર વેચીને OFSમાં સસ્તા શેર ખરીદવાનું પસંદ કરે છે, જેના કારણે OFS પહેલાં શેરના ભાવ પર દબાણ જોવા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક સરકારી કંપનીઓમાં સરકારની હિસ્સેદારી હજુ 75%થી વધુ છે, જ્યારે સેબીના નિયમો અનુસાર ઓછામાં ઓછા 25% પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૂરી છે.
આ પણ વાંચો : Amazon ભારતમાં કરશે 4.1 લાખ કરોડનું જંગી રોકાણ, CEO એન્ડી જેસીએ કરી જાહેરાત