ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર (Trade Agreement) માટેની વાટાઘાટો હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.આગામી દિવસોમાં આ ઐતિહાસિક કરાર પર અંતિમ સહમતિ સધાય તેવી પ્રબળ સંભાવના છે. આ મહત્વપૂર્ણ વાતચીતમાં ભાગ લેવા માટે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જૈમિસન ગ્રીર ભારત આવી પહોંચ્યા છે. તેઓ બે દિવસીય ઉચ્ચ સ્તરીય બેઠક મળશે.


કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત

જૈમિસન ગ્રીર તેમના ભારત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના ઐતિહાસિક 'ભારત-અમેરિકા સંયુક્ત નિવેદન' (Joint Statement) અને અંતિમ વેપાર કરારના મુસદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

99 ટકા વાટાઘાટો પૂર્ણ, હવે માત્ર ઔપચારિકતા બાકી

બંને દેશોએ છેલ્લા બે મહિનાથી સ્પષ્ટ કર્યું છે કે આ વેપાર કરાર સાથે જોડાયેલી 99% વાટાઘાટો પૂર્ણ થઈ ગયા છે.હવે માત્ર કેટલાક પસંદગીના મુદ્દાઓ પર જ ચર્ચા અને સહમતિ બાકી છે.તાજેતરમાં જ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ સંકેત આપ્યો હતો કે જૂન મહિનામાં અમેરિકાનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે અને આગામી મહિના સુધીમાં બંને દેશો વચ્ચે પ્રથમ તબક્કાનો કરાર થવાની પૂરેપૂરી સંભાવના છે.

વેપાર કરારની સફર અને વર્તમાન સ્થિતિ

ભારત અને અમેરિકા વચ્ચે 13 ફેબ્રુઆરી 2025ના રોજ આ વેપાર કરારની સત્તાવાર શરૂઆત થઈ હતી.જેમાં અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાનૂની જાહેર કર્યા બાદ વાતચીતની ગતિ થોડી ધીમી પડી હતી.ત્યાર બાદ અમેરિકા તરફથી લાદવામાં આવેલા 10% ટેરિફની સમયસીમા 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો - Lucknow Fire Incident : 10 વર્ષ પહેલા તોડવાનો આદેશ પરંતુ.....બેદરકારીને કારણે 15 નિર્દોષોનો ગયો જીવ!


  • Follow us on: