શિલોંગની નીચલી કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીનને યથાવત રાખ્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની જામીન રદ કરવાની અરજી ફગાવી હતી.
મંજૂર કરાયેલા જામીનને યથાવત
મેઘાલય હાઈકોર્ટે ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીના હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે. કુખ્યાત હનીમૂન હત્યા કેસના મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે શિલોંગની નીચલી કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીનને યથાવત રાખ્યા છે. જામીન રદ કરવાની માંગ કરતી રાજ્ય સરકારની અપીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સુનાવણી બાદ, કોર્ટે 10 જૂને પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જે હવે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
Also Read
Raja Raghuvanshi Murder Case : ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
Raja Raghuvanshi Murder Case : હત્યાકેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ, મૃતકના ભાઈ વિપિન રઘુવંશીએ સોનમના ભાઈ પર લગાવ્યા ગંભીર આરોપ
Raja Raghuvanshi Murder Case: મૃતક રાજાના ભાઇ વિપિન રઘુવંશીએ પોલીસ પાસે માગી સુરક્ષા, જાણો શુ છે મામલો?
નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા
શિલોંગ જિલ્લા અદાલતે એપ્રિલ 2026માં સોનમ રઘુવંશીને જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે ઠરાવ્યું હતું કે પોલીસે ધરપકડ દરમિયાન કાનૂની પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન કર્યું ન હતું. કોર્ટે શોધી કાઢ્યું હતું કે ધરપકડના દસ્તાવેજોમાં હત્યા સંબંધિત IPC ની કલમ 403(1) નો ભૂલથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં, કોર્ટના જણાવ્યા મુજબ, સોનમને સ્પષ્ટપણે જાણ કરવામાં આવી ન હતી કે તેણીને હત્યા માટે ધરપકડ કરવામાં આવી રહી છે. જેના કારણે તેણીનો બચાવ કરવાનો અધિકાર પ્રભાવિત થયો હતો.
શુ હતો મામલો ?
આ કેસ મે 2025માં સામે આવ્યો હતો. જ્યારે મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં, તેમની પત્ની સોનમ રઘુવંશીને હત્યાનું કાવતરું ઘડવાના મુખ્ય આરોપી જાહેર કરાઇ હતી. તપાસ એજન્સીઓનો આરોપ છે કે સોનમ તેના પતિની હત્યાનું કાવતરું ઘડી રહી હતી, જેના પગલે તેણીની ધરપકડ કરવામાં આવી હતી. મેઘાલય સરકારે આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. દલીલ કરી હતી કે દસ્તાવેજોમાં ઉલ્લેખિત ખોટી કલમ ફક્ત ટાઇપો હતી. કોર્ટે આ દાવાને ફગાવી દીધો હતો અને સોનમના જામીનને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય પછી, સોનમ રઘુવંશીને આપવામાં આવેલ જામીન હાલ પૂરતા ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ બિહાર, યુપી કે રાજસ્થાન પેપર સ્કેમમાં કયું રાજ્ય છે આગળ?, જાણો










