આજે 13 જૂન 2026, શનિવારના રોજ દેશ અને દુનિયા સહિત ગુજરાતમાં અનેક મોટી ગતિવિધિઓ આકાર લઈ રહી છે. વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસથી લઈને રમતગમતના મહાકુંભ સુધીની તમામ મહત્વની ઘટનાઓ અને સમચાર વાંચો વિગતવાર..


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂનથી 18 જૂન સુધીના વિદેશ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. 13 જૂનના રોજ તેઓ ફ્રાન્સના નીસ જવા રવાના થશે. 14 જૂને તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને 'ભારત ઇનોવેટ્સ 2026' નું સંયુક્ત ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાતે પણ જશે અને G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મુલાકાત થવાની સંભાવના છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પોરબંદર મુલાકાત

કેન્દ્રીય ખેલમંત્રી મનસુખ માંડવિયા 13 જૂનના રોજ ગુજરાતના પોરબંદરની મુલાકાતે છે. સવારે 10:00 વાગ્યે તેઓ GMERS હોસ્પિટલ ખાતે 'ભારત યુવા કેન્દ્ર' નું અને 11 કલાકે સરદાર હોલ ખાતે 'દિશા' કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. બપોરે તેઓ સાંસ્કૃતિક પાર્કની સાઇટની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તરાખંડના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ઉત્તરાખંડ પ્રવાસનો 13 જૂનના રોજ અંતિમ દિવસ છે. 13 જૂને તેઓ દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમી (IMA) ની 158મી રેગ્યુલર કોર્સની દીક્ષાંત પરેડનું નિરીક્ષણ કરશે અને પાસિંગ આઉટ કેડેટ્સને સન્માનિત કરશે.

યુપીમાં સીએમ યોગી આદિત્યનાથના કરોડોના લોકાર્પણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 13 જૂનના રોજ આઝમગઢ અને ગોરખપુરના પ્રવાસે છે. તેઓ આઝમગઢમાં રૂ. 925.30 કરોડ અને ગોરખપુરમાં રૂ. 1200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ઉત્તર પ્રદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે.

રાજકોટમાં નવનિર્મિત 'સાંઢિયા બ્રિજ'નું લોકાર્પણ

રાજકોટવાસીઓ જેની છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નવનિર્મિત 'સાંઢિયા પુલ' (બ્રિજ) આખરે 13 જૂનના રોજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ સવારે 10:00 વાગ્યે યોજાશે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહીને બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 74 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આ ફોરલેન બ્રિજના કારણે રાજકોટથી જામનગર તરફ આવતા-જતા લાખો વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

ભરૂચમાં કોંગ્રેસના હલ્લાબોલના એંધાણ

13 જૂનના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોકપ્રશ્નો અને જ્વલંત મુદ્દાઓને લઈને સરકાર સામે મોરચો માંડવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય સામગ્રી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો તેમજ તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પરીક્ષાના પેપર લીક કાંડના વિરોધમાં ઉગ્ર 'હલ્લાબોલ' વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને સમયસર ખાતર ન મળવા અને ખાતરના વધતા ભાવોના મુદ્દે પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવશે.

'જન કલ્યાણ શિબિર'નું આયોજન

બોટાદમાં વિકસિત ગુજરાતના લક્ષ્યને સિદ્ધ કરવાના હેતુ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે 13 જૂને એક વિશાળ 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને અને વહીવટી વિભાગ દ્વારા આયોજિત આ શિબિરમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાશે. 

સત્કાર સમારોહનું આયોજન 

ગીર સોમનાથ જિલ્લામાં, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયેલા માનસિંગ પરમારના સન્માનમાં જિલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે સોમનાથ ખાતે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહ ૧૦૮ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે.

વડનગરમાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે સફળ શાસનકાળના વર્ષો પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉત્સવનો માહોલ છે. 13 જૂનના રોજ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય 'મહા આરતી' અને દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 13 જૂનના રોજ સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે.

ડુંગળીના ભાવમાં વધારો

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં બફર સ્ટોક હેઠળ ડુંગળીની ખરીદી કિંમત રૂ. 15.80 થી વધારીને રૂ. 16.50 પ્રતિ કિલો કરી છે, જે 13 જૂનના રોજથી અમલમાં આવશે.

હવામાન ચેતવણી

ઉત્તર ભારત સહિત દેશના 17 રાજ્યોમાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતાં આગામી 12 કલાકમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજકીય વિરોધ પ્રદર્શન

NEET અને CBSE પરીક્ષાના મુદ્દે કેન્દ્ર સરકાર સામે યુવાઓ દ્વારા સંચાલિત 'કોકરોચ જનતા પાર્ટી' આજે પંજાબના અમૃતસરમાં વિરોધ પ્રદર્શન કરશે.

રમતગમતની મહત્વની ઈવેન્ટ

ભારત વિ અફઘાનિસ્તાન: પ્રથમ વન-ડે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી વન-ડે ક્રિકેટ સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રથમ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્થિત HPCA સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે રમાશે. ભારતીય ટીમની કપ્તાની યુવા ઓપનર શુભમન ગિલ સંભાળી રહ્યો છે.

ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ-9 (લુધિયાણા)

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)ના કેલેન્ડર મુજબ 13 જૂનના રોજ પંજાબના લુધિયાણામાં નેશનલ લેવલની 'ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ-9' યોજાશે, જેમાં દેશના ટોચના એથ્લેટ્સ ભાગ લેશે.

ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (સુરત)

સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 13 જૂનથી રાજ્ય સ્તરીય પાવરલિફ્ટિંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 જૂનના રોજ બપોરે 3:00 થી સાજના 7:00 વાગ્યા સુધી ખેલાડીઓનું ઓફિશિયલ વેઇટ ચેકિંગ (વજન માપણી) કરવામાં આવશે.

ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup)

અમેરિકા, કેનેડા અને મેક્સિકોની ધરતી પર ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપ 2026 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને 13 જૂનના રોજ આખો દિવસ આંતરરાષ્ટ્રીય મેચોથી ધમધમશે.

ડિજિટલ યોગ વર્કશોપ

21 જૂનના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે 13 જૂનના રોજ આયુષ મંત્રી દિલ્હીમાં સવારે 11:00 કલાકે સમગ્ર કાર્યક્રમનો રોડમેપ જાહેર કરશે.

13 જૂનની ઐતિહાસિક ઘટનાઓ

  • તોલોલિંગ પર વિજય (1999): કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ "તોલોલિંગ ચોટી" પર ફરીથી તિરંગો લહેરાવ્યો હતો.
  • ઉધમ સિંહની શહીદી (1940): જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનાર ભારતના મહાન ક્રાંતિકારી ઉધમ સિંહને 13 જૂનના રોજ લંડનની પેન્ટનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
  • ઉપહાર સિનેમા દુર્ઘટના (1997): દિલ્હીના ઉપહાર સિનેમામાં ફિલ્મ 'બોર્ડર' ના સ્ક્રિનિંગ વખતે લાગેલી ભીષણ આગમાં 59 લોકોના મોત થયા હતા.
  • પાયોનિયર-10 (1983): અમેરિકન સ્પેસ પ્રોબ પાયોનિયર-10 સૌરમંડળની બહાર (નેપ્ચ્યુનની કક્ષા પાર) જનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત સ્પેસક્રાફ્ટ બન્યું હતું.

13 જૂનના રોજ જન્મેલી હસ્તીઓ

  • પીયૂષ ગોયલ (1964): ભારત સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાનો 13 જૂનના રોજ જન્મદિવસ છે. તેઓ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે છે.
  • દિશા પાટની (1992): બોલિવૂડની લોકપ્રિય અને ફિટનેસ આઇકોન અભિનેત્રીનો 13 જૂનના રોજ જન્મદિવસ છે.
  • દુલીપસિંહજી (1905): ભારતના દિગ્ગજ ક્રિકેટર જેમની યાદમાં ભારતની પ્રતિષ્ઠિત "દુલીપ ટ્રોફી" રમાય છે.
  • ગણેશ દામોદર સાવરકર (1879): વીર સાવરકરના મોટા ભાઈ અને 'અભિનવ ભારત સોસાયટી' ના સ્થાપક મહાન ક્રાંતિકારીનો 13 જૂનના રોજ જન્મદિવસ છે.
  • મોહનલાલ ચુનીલાલ ધામી (1905): જાણીતા ગુજરાતી નવલકથાકાર અને કવિનો 13 જૂનના રોજ જન્મદિવસ છે.


આ પણ વાંચો - 12 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર


  • Follow us on: