29 જૂન 2026ના રોજ વૈશ્વિક સ્તરે અને ભારતમાં અનેક મહત્વપૂર્ણ પ્રવાહો આકાર લઈ રહ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક સેશેલ્સ મુલાકાત અને 19 દ્વિપક્ષીય કરારો, ભારતના 17 રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું ભારે વરસાદનું એલર્ટ, તેમજ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ થનારું વિવાદાસ્પદ યુનિફોર્મ સિવિલ કોડ બિલ મુખ્ય કેન્દ્રબિંદુ છે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસ ઓડિશાના પુરીમાં સ્નાન પૂર્ણિમા સાથે જગન્નાથ રથયાત્રાની પવિત્ર શરૂઆત અને વટ સાવિત્રી પૂર્ણિમા વ્રતનો સાક્ષી બનશે, જ્યારે અવકાશી ક્ષેત્રે આ વર્ષનો પ્રથમ 'સ્ટ્રોબેરી મૂન' આકાશને સુશોભિત કરશે.
ભારત અને સેશેલ્સ વચ્ચે 19 મહત્વપૂર્ણ કરારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર 27 થી 29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, ડિજિટલ પેમેન્ટ્સ, સ્પેસ, હેલ્થકેર અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં 19 મહત્વપૂર્ણ કરારો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠ પણ ઉજવાઈ રહી છે. 29 જૂનના રોજ વડાપ્રધાન મોદીના સેશેલ્સ પ્રવાસનો અંતિમ દિવસ છે.
હવામાન વિભાગનું એલર્ટ: 17 રાજ્યોમાં તુફાની વરસાદની આશંકા
29 જૂનના રોજ વામાન વિભાગે આગામી 19 કલાકની અંદર ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ભારતના રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના હોવાથી લોકોને મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ થવાની સંભાવના
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનના બે મહિનાની અંદર, ભાજપ સરકાર સોમવાર, 29 જૂનના રોજ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલ રજૂ થતાં જ રાજ્યમાં એક નવો વૈચારિક અને રાજકીય વિવાદ શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે.
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મળેલા દાનની કથિત ઉચાપત અંગે સીબીઆઈ અથવા વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ 29 જૂનના રોજ સુનાવણી હાથ ધરશે.
2026નો પ્રથમ સમર ફુલ મૂન: 'સ્ટ્રોબેરી મૂન'
29 જૂનના રોજ રાત્રે પૂર્વ ગોળાર્ધના આકાશમાં આ ઉનાળાનો પ્રથમ પૂર્ણ ચંદ્ર એટલે કે 'સ્ટ્રોબેરી મૂન' જોવા મળશે. અમેરિકાના મૂળ વતનીઓના સમયથી આ સમયગાળામાં પાકેલી સ્ટ્રોબેરીની લણણી થતી હોવાથી તેને આ નામ આપવામાં આવ્યું છે.
જગન્નાથ રથયાત્રા 2026ની પવિત્ર શરૂઆત
ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રાની ઔપચારિક શરૂઆત 29 જૂન 2026ના રોજ 'સ્નાન પૂર્ણિમા' થી થશે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને 108 પવિત્ર ઘડાના જળથી સ્નાન કરાવવામાં આવશે, જેને જોવા દેશ-વિદેશથી લાખો ભક્તો ઉમટી પડશે.
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વિશેષ આરતીનું આયોજન
જ્યેષ્ઠ સુદ પૂનમ નિમિત્તે સોમવાર, 29 જૂનના રોજ ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજી મંદિરના દ્વાર સવારે 6:15 વાગ્યે ખુલશે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી અને 11:30 વાગ્યે રાજભોગ આરતીના વિશેષ આયોજન સાથે મંદિર રાત્રે 9:45 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ભાવનગરમાં ત્રણ દિવસનો વીજ કાપ
ભાવનગરના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા સમારકામની કામગીરીને કારણે 29 જૂનથી 1 જુલાઈ સુધી સવારે 6:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
વટ સાવિત્રી વ્રત
ભારતીય પંચાંગ અને ધાર્મિક પરંપરા અનુસાર, 29 જૂન 2026 ના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે વડના વૃક્ષની પૂજા કરે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો
- રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ: ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રોફેસર પી.સી. મહાલનોબિસની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે ૨૯ જૂને આ દિવસ ઉજવાય છે.
- આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધ દિવસ: ઉષ્ણકટિબંધીય પ્રદેશોના સંરક્ષણ અને પડકારો વિશે જાગૃતિ લાવવા સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે.
- નેશનલ કેમેરા ડે: ફોટોગ્રાફીની કળા અને ટેકનોલોજીની સરહાના કરવા માટે વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી થાય છે.
29 જૂનના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતી
- વિલિયમ જેમ્સ મેયો - 1861 - પ્રખ્યાત અમેરિકન સર્જન અને વિશ્વવિખ્યાત 'મેયો ક્લિનિક' (Mayo Clinic) ના સહ-સ્થાપક.
- સર આશુતોષ મુખર્જી - 1864 - બંગાળના પ્રખ્યાત બેરિસ્ટર, શિક્ષણશાસ્ત્રી અને કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ.
- પંડિત ઓમકારનાથ ઠાકુર - 1888 - ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ ગામમાં જન્મેલા પ્રખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર.
- પી.સી. મહાલનોબિસ - 1893 - ભારતીય આંકડાશાસ્ત્રના પિતા અને 'ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ'ના સ્થાપક મહાન વૈજ્ઞાનિક.
- અમલ કુમાર સરકાર - 1901 - ભારતના ભૂતપૂર્વ આઠમા મુખ્ય ન્યાયાધીશ.
29 જૂનના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ
- માઈકલ મધુસુદન દત્ત - 1873 - બાંગ્લા ભાષાના પ્રખ્યાત કવિ અને નાટ્યકાર.
- મહેતા લજ્જારામ - 1931 - ભારતના પ્રખ્યાત લેખક, પત્રકાર અને સાહિત્યકાર.
- સરદાર બલદેવ સિંહ - 1961 - ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, અગ્રણી રાજકારણી અને દેશના પ્રથમ સંરક્ષણ પ્રધાન.
- દામોદર ધર્માનંદ કોસંબી - 1966 - ભારતના પ્રખ્યાત વિદ્વાન, માર્ક્સવાદી ઇતિહાસકાર, ભાષાશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી.
- ગવરી દેવી - 1988 - રાજસ્થાનના પ્રખ્યાત Mand શૈલીના શાસ્ત્રીય ગાયિકા.
- કે.જી. સુબ્રહ્મણ્યમ - 2016 - ભારતના પ્રખ્યાત શિલ્પકાર, ચિત્રકાર અને ભીંતચિત્રકાર.
29 જૂનની ઐતિહાસ ઘટનાઓ
- પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની શોધ - 1534 - ફ્રેન્ચ સંશોધક જેક્સ કાર્ટિયર કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ પર પહોંચનારા પ્રથમ યુરોપિયન બન્યા.
- ગ્લોબ થિયેટરની દુર્ઘટના - 1613 - લંડનમાં વિલિયમ શેક્સપિયરના 'હેનરી 8' નાટક દરમિયાન આગ લાગતાં પ્રખ્યાત ગ્લોબ થિયેટર બળીને ખાખ થયું.
- ટાટા એરલાઈન્સની સ્થાપના - 1932 - જે.આર.ડી. ટાટાએ 'ટાટા એવિએશન સર્વિસ' (જે પાછળથી એર ઇન્ડિયા બની) ની સ્થાપના કરી, જે ભારતની નાગરિક ઉડ્ડયનની શરૂઆત હતી.
- નાઇટ ઓફ ધ લોન્ગ નાઇવ્ઝ - 1934 - એડોલ્ફ હિટલરે જર્મનીમાં પોતાની સત્તા મજબૂત કરવા માટે વિરોધીઓ અને પોતાના જ લશ્કરી જૂથ (SA) ના નેતાઓની સામૂહિક હત્યા શરૂ કરાવી.
- સેશેલ્સની આઝાદી - 1976 - આફ્રિકા ખંડનો ટાપુ દેશ સેશેલ્સ 160 વર્ષના બ્રિટિશ શાસનમાંથી મુક્ત થઈને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો.
- અંતરિક્ષમાં ઐતિહાસિક જોડાણ - 1995 - અમેરિકાનું સ્પેસ શટલ 'એટલાન્ટિસ' પ્રથમ વખત રશિયાના સ્પેસ સ્ટેશન 'મીર' (Mir) સાથે સફળતાપૂર્વક જોડાયું (Dock).
- સેમ્પૂંગ દુર્ઘટના - 1995 - દક્ષિણ કોરિયાના સિઓલમાં સેમ્પૂંગ ડિપાર્ટમેન્ટ સ્ટોરની ઈમારત ધરાશાયી થતાં 502 લોકોના કરુણ મોત થયા.
- ભારતીય શાંતિ રક્ષકો મુક્ત - 2000 - સિએરા લિયોનમાં રિવોલ્યુશનરી યુનાઈટેડ ફ્રન્ટના બળવાખોરોએ બંધક બનાવેલા ૨૧ ભારતીય પીસકીપર્સને મુક્ત કર્યા.
- ચીનમાં ભૂકંપ - 2002 - ચીનના સરહદી વિસ્તારમાં ભયંકર ભૂકંપ આવ્યો.
- પૂર્વ એશિયા પરિષદ - 2004 - જાકાર્તા ખાતે યોજાયેલી પરિષદમાં આસિયાન (ASEAN) ને મુખ્ય શક્તિ બનાવવા અંગે સહમતી સધાઈ.
- ભારત-અમેરિકા કરાર - 2005 - ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષનો ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો.
- પ્રથમ iPhone લોન્ચ - 2007 - એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સે સ્માર્ટફોનની દુનિયા બદલી નાખનારો પ્રથમ iPhone આજ દિવસે બજારમાં વેચાણ માટે મૂક્યો.
- આઇકોમ એવોર્ડ અને કટોકટી - 2008 - પર્યાવરણ સંસ્થા 'જનહિત ફાઉન્ડેશન' ને આઇકોમ એવોર્ડ અપાયો અને જ્યોર્જ બુશે કેલિફોર્નિયાના જંગલોની આગને કારણે કટોકટી જાહેર કરી.
- હ્યુમન ટ્રાફિકિંગ વોચ લિસ્ટમાંથી ભારત મુક્ત - 2011 - અમેરિકાએ છ વર્ષના ગાળા બાદ ભારતને તેની માનવ તસ્કરી વોચ લિસ્ટમાંથી હટાવી દીધું.
- સાયના નેહવાલની જીત - 2014 - ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે ઓસ્ટ્રેલિયન સુપર સિરીઝનો ખિતાબ જીત્યો.
- ISIS ખિલાફતની ઘોષણા - 2014 - અબુ બકર અલ-બગદાદીએ સંગઠનનું નામ ISIS રાખીને નવી ખિલાફતની સ્થાપના કરી અને પોતાને ખલીફા જાહેર કર્યો.
- AIIMS વૃદ્ધાજન કેન્દ્રનો શિલાન્યાસ - 2018 - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી AIIMS ખાતે વૃદ્ધો માટે 200 બેડના રાષ્ટ્રીય વૃદ્ધાજન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો.
આ પણ વાંચો - Gujarat Weather Update: રાત્રે 11 વાગ્યા સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાંશે પવન













