દેશમાં દર મહિને કોઈના કોઈ નિયમોમાં ફેરફાર થતો રહે છે. આગામી જુલાઈ મહિનાથી દેશમાં કેટલાક નિયમો બદલાઈ રહ્યાં છે. જેમાં આધાર કાર્ડ અપડેટથી લઈને HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને રેલવે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. તમામ નિયમો સામાન્ય લોકોના માસિક બજેટને અસર કરી શકે છે.ચાલો જાણીએ કે નવા મહિનાથી શું-શું ફેરફાર થઈ રહ્યા છે.


આધાર કાર્ડ અપડેટ

આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI નવા મહિનાથી એક ખાસ સુવિધા આપી રહી છે જે અંતર્ગત જો તમે તમારા આધારકાર્ડ પર ઈમેલ અપડેટ કરવા માંગો છો તો તમે 1 જુલાઈથી એપ દ્વારા મફતમાં અપડેટ કરી શકશો.અગાઉ આ અપડેટ કરવા માટે 75 રૂપિયા ચૂકવવા પડતા હતા.

ભારતીય રેલવે

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે 1 જુલાઈ 2026થી નિયમો કડક કરવામાં આવી રહ્યા છે.કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવ મૂક્યો છે જેના પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે અને તે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પર દંડની રકમ વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે.રેલવે પરિસર અને ટ્રેનોમાં શિસ્ત જાળવવા માટે અન્ય ઘણા નિયમો પણ કડક કરવામાં આવી શકે છે.

LPGની કિંમત અને નિયમો

90 દિવસ સુધી LPGથી PNGમાં શિફ્ટ થવાની ડેડલાઈન 30 જૂને સમાપ્ત થઈ રહી છે. જેમની પાસે બંને કનેક્શન છે, તેમને PNGમાં શિફ્ટ થવા માટે કહેવામાં આવ્યું છે.જો આમ નહીં થાય તો તેમનું ગેસ કનેક્શન સમાપ્ત થઈ જશે અને સપ્લાય બંધ પણ થઈ શકે છે. જુલાઈથી આ નિયમ લાગુ થઈ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે સપ્લાય રોકવાની વાત કહેવામાં આવી નથી.

ITR ડેડલાઈન

ITR-1 અને ITR-2 ફોર્મ ભરતા ટેક્સપેયર્સ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. જો આ સમય ચૂકી જવાય તો દંડ થઈ શકે છે અને અમુક ટેક્સ સિસ્ટમ પસંદ કરવા પર પ્રતિબંધ આવી શકે છે.

પાસપોર્ટ ફી 

ટૂંક સમયમાં સામાન્ય અને તત્કાલ બંને પ્રકારના અરજદારો માટે પાસપોર્ટ બનાવવો મોંઘો થઈ જશે. વિદેશ મંત્રાલયે 1 જુલાઈ 2026થી સામાન્ય અને તત્કાલ પાસપોર્ટ માટે સર્વિસ ફી વધારી દીધી છે. જો તમે પાસપોર્ટ માટે એપ્લાય કરશો તો હવે પહેલા કરતા વધુ ચૂકવણી કરવી પડી શકે છે.

ક્રેડિટ કાર્ડના નિયમો

SBI કાર્ડના પસંદગીના PhonePe SBI ક્રેડિટ કાર્ડ માટે રિવોર્ડ પોઈન્ટમાં ફેરફાર થઈ રહ્યો છે. જેની અસર 1 જુલાઈ 2026થી અમુક કાર્ડ હોલ્ડર્સ પર પડશે.આ નિયમ હેઠળ રિવોર્ડ પોઈન્ટ કમાવવાની નવી મર્યાદાઓ અને એવા ટ્રાન્ઝેક્શનની એક મોટી યાદી નક્કી કરવામાં આવી છે જેના પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. આ ઉપરાંત HDFC ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ દરેક કેલેન્ડર ક્વાર્ટરમાં ત્રણ વખત મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જનો ઉપયોગ કરી શકશે.શરત એ છે કે તેમણે અગાઉના કેલેન્ડર ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 60000 ખર્ચ્યા હોય.

EPFO 3.0 લોન્ચ

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સંકેત આપ્યો છે કે જૂનના અંતમાં EPFO 3.0 રોલઆઉટ કરવામાં આવી શકે છે.આવામાં આશા છે કે આ અપગ્રેડેશન જુલાઈની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. આ અંતર્ગત પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ UPI અને ATM દ્વારા PF ના પૈસા ઉપાડી શકે છે.

કારો મોંઘી થઈ રહી છે

જુલાઈના પહેલા દિવસથી કાર ખરીદનારાઓને ઝટકો લાગવાનો છે કારણ કે KIA મોટર્સ સહિત કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓ તેમની કારના ભાવ વધારવા જઈ રહી છે. KIA એ તેની કારની કિંમતોમાં 2 ટકા અને Tata Motors પણ ICE અને EV મોડલ્સની કિંમતોમાં 1.5% સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો:  World News: અમેરિકાને ઈરાને વળતો જવાબ આપ્યો, આઠ સૈન્ય ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો



  • Follow us on: