આરોપી પુત્ર અક્ષત પ્રતિપ સિંહે પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે તેણે પોતાના જ પિતાની હત્યાનું સંપૂર્ણ ષડયંત્ર પહેલેથી જ બનાવ્યુ હતુ. તે માટે તેણે પૂરતી તૈયારી પણ કરી હતી.


 બજારમાંથી આરી અને એક નીલું ડ્રમ પણ ખરીદી ઘરે રાખ્યું હતું.

પોલીસ મુજબ, અક્ષતે હત્યાના એક દિવસ પહેલા ઑનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ Blinkit મારફતે બે છરીઓ મંગાવી હતી. ડિલિવરી બોય છરી લઈને આવ્યો ત્યારે સુધી તે પોતાની યોજના અમલમાં મૂકવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયો હતો. જ્યારે મૃતદેહને ઠેકાણે મૂકવા માટે તેણે બજારમાંથી આરી અને એક નીલું ડ્રમ પણ ખરીદી ઘરે રાખ્યું હતું.

હત્યાનુ સંપૂર્ણ ષડયંત્ર

પૂછપરછમાં સામે આવ્યું કે અક્ષતે હત્યા માટે સમય અને રીત બંને પહેલેથી નક્કી કરી લીધા હતા. તેણે ઘરની ત્રીજા માળને ઘટનાસ્થળ તરીકે પસંદ કર્યું, જ્યાં તેણે પોતાના પિતા માનવેન્દ્ર સિંહને તેમની જ લાઇસન્સવાળી રાઇફલથી ગોળી મારી. ગોળી લાગતાં જ માનવેન્દ્ર સિંહનું સ્થળ પર જ મોત થયું. હત્યા પછી આરોપીએ હથિયારને બેડ નીચે છુપાવી દીધું, જેથી તરત કોઈને શંકા ન જાય. પરંતુ ત્યારબાદ જે થયું તે આ કેસને વધુ ભયાનક બનાવી દે છે.

મૃતદેહ સાથે અમાનવીય વર્તન

અક્ષતે મૃતદેહને ત્રીજા માળ પરથી નીચે લાવ્યો અને બાથરૂમમાં લઈ જઈ તેને ટુકડા કરવા શરૂ કર્યા. તે માટે તેણે પહેલેથી મંગાવેલી છરી અને આરીનો ઉપયોગ કર્યો. તેણે પિતાના હાથ-પગ અલગ કરી નાખ્યા. એટલું જ નહીં, શરીરને સંપૂર્ણ અલગ કરવા માટે પેટ અને પીઠ પણ કાપવાનો પ્રયાસ કર્યો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તે કરોડરજ્જૂને કાપી શક્યો નહોતો. શરીર પર અનેક ઊંડા કાપાના નિશાન મળ્યા છે, જે દર્શાવે છે કે આરોપીએ અત્યંત નિર્દયતાથી મૃતદેહને કાપ્યો. કાપેલા અંગો અને માંસના ટુકડાઓ તેણે કારની ડિકીમાં મૂક્યા અને કેટલાક ભાગો બોરીમાં ભરી દીધા.

પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ

અક્ષતે પોલીસને જણાવ્યું કે ગોળી ચાલ્યા પછી રૂમમાં લોહી ફેલાઈ ગયું હતું. કંબળ, ચાદર અને તકીયા પર લોહીના ડાઘ હતા અને માંસના ટુકડાઓ ચોંટ્યા હતા. તેણે આ બધું પણ બોરીમાં ભરી લીધું. ત્યારબાદ તે સદરૌના વિસ્તારની કેનાલ કિનારે ગયો, જ્યાં તેણે આ પુરાવાઓ સળગાવી દીધા. પોલીસને સ્થળ પરથી અર્ધસળગેલા કપડા અને રાખ મળી છે, જેને તપાસમાં મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: AI સમિટમાં થયેલા હંગામા મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી, ઇન્ડિયન યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ

  • Follow us on: