આગામી મકરસંક્રાંતિના પવિત્ર પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપાર અને હરાજીના કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરીને તમામ ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં તેમજ ડુંગળીની જાહેર હરાજી પ્રક્રિયા બંધ રહેશે. તહેવારના દિવસે મજૂરો અને કર્મચારીઓની રજા હોવાને કારણે દર વર્ષની જેમ આ વખતે પણ કામકાજ સ્થગિત રાખવામાં આવ્યું છે.


સેક્રેટરીની ખેડૂતોને અપીલ

યાર્ડ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મકરસંક્રાંતિના વિરામ બાદ આગામી ગુરુવારથી યાર્ડમાં તમામ જણસીઓની હરાજી પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ખેડૂતોને હાલાકી ન પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે કે તેઓ રજાના દિવસે પોતાનો માલ લઈને યાર્ડમાં ન આવે. ગુરુવાર સવારથી ફરીથી મોટા પાયે હરાજી શરૂ થશે, જેમાં ડુંગળી અને અન્ય તેલીબિયાંની આવક વધવાની શક્યતા જોતા યાર્ડ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો : Ambaji માં ભક્તિનો મહાસંગમ, મકરસંક્રાંતિના પર્વે સાધુ સંતોના જમાવડાથી માઈધામ ગુંજી ઉઠ્યું

  • Follow us on: