ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટે આપણે અવારનવાર પાર્લરના ચક્કર કાપીએ છીએ. પરંતુ જ્યારે ચહેરા પર અનિચ્છનીય વાળની સમસ્યા હોય, ત્યારે દર વખતે વેક્સિંગ કે થ્રેડિંગ કરાવવું ખૂબ જ દર્દનાક સાબિત થાય છે. વળી, કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે ત્વચાને નુકસાન થવાનો ભય પણ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી કાયમી અને કુદરતી છુટકારો મેળવવા માંગો છો, તો રસોડામાં હાજર ફટકડી અને દૂધનો આ દેશી ઉપાય તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.


અનિચ્છનીય વાળ દૂર કરવાનો ઘરેલુ ઉપાય

ઘરમાં ફેમીલી ફંકશન હોય કે પછી કોઈ પાર્ટી હોય સુંદર અને આકર્ષક દેખાવાની દરેકની ઇચ્છા હોય છે. પરંતુ સમયની વ્યસ્તતાના લીધે કયારેક મહિલાઓ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી શકતી નથી. જો તેઓ હેવી મેકઅપ કરે તો ચહેરો વધુ ખરાબ દેખાશે. આ એક તદ્દન કુદરતી અને સસ્તો ઉપાય છે, જે ચહેરાના અનિચ્છનીય વાળને દૂર કરવાની સાથે-સાથે નવા વાળનો વિકાસ પણ ધીમો કરે છે. આ પેસ્ટનો ઉપયોગ તમે હાથ અને પગના વાળ હટાવવા માટે પણ કરી શકો છો. વાળ દૂર કરવા તમારે કોઈ મોંઘી ક્રીમ લાગવવાની જરૂરત નથી. ઘરમાં રહેલ ફટકડી વાળ દૂર કરવા માટે બેસ્ટ ઘરેલુ ઉપાય છે.

ફટકડી અને દૂધ ચહેરો ચાંદ જેવો ચમકાવશે

અનિચ્છનીય વાળ દૂર કરવા ફટકડી અને મિલ્ક પાવડરની પેસ્ટ પણ અકસીર કામ કરે છે. આ પેસ્ટ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક નોન-સ્ટીક તવો ગરમ કરવા મૂકો. તેના પર ફટકડીનો ટુકડો અથવા પાવડર મૂકો. ગરમ થતાં જ ફટકડી ઓગળવા લાગશે. ફટકડી સંપૂર્ણપણે ઓગળીને સુકાઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડી થવા દો અને મિક્સરમાં પીસીને એકદમ બારીક પાવડર બનાવી લો. આ પાવડરને તમે એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. ફટકડી ત્વચાને ટાઈટ રાખવામાં અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.

ચહેરો ચમકાવવા ફટકડી પાવડરનો ઉપયોગ કઈ રીતે કરવો

સૌપ્રથમ એક બાઉલમાં એક ચમચી દૂધ પાવડર લો અને તેને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તાજા દૂધને ફટકડી ઉમેરવાથી તે દહીં થઈ શકે છે એટલે તેનો ઉપયોગ ના કરવો. હવે, દૂધ પાવડરના દ્રાવણમાં લગભગ એક ચમચી ફટકડી પાવડર ઉમેરો. તમે આ મિશ્રણને તમારા ચહેરા અને હાથ પર લગાવી શકો છો. આ મિશ્રણને તમારા સ્વચ્છ ચહેરા અથવા હાથ અને પગ પર સારી રીતે લગાવો, પછી તેને 10-15 મિનિટ માટે રહેવા દો. પછી, તમારા વાળના વિકાસની વિરુદ્ધ દિશામાં માલિશ કરો અને સ્વચ્છ પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર અથવા સપ્તાહમાં એકવાર ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો : Kids Tiffin Menu: તમારા બાળકનું ટિફિન બોક્સ રોજ ખાલી થશે! જાણો 5 હેલ્ધી અને ટેસ્ટી લંચ આઈડિયા

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: