કહેવાય છે કે સ્વસ્થ શરીર અને માનસિક શાંતિ માટે ૭ થી ૮ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂરિયાત કરતાં વધુ ઊંઘવું (Oversleeping) પણ તમારા સ્વાસ્થ્ય માટે એટલું જ નુકસાનકારક છે જેટલું ઓછું સૂવું? આજની લાઈફસ્ટાઈલમાં ઘણા લોકો વીકેન્ડ પર કે રજાના દિવસે ૧૦ થી ૧૨ કલાક સુધી સૂતા રહે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ આદત લાંબા ગાળે શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે.


વધુ પડતી ઊંઘથી હાર્ટએટેકનું જોખમ

ડોક્ટર કહે છે કે જ્યારે તમે જરૂર કરતાં વધુ સમય પથારીમાં વિતાવો છો, ત્યારે તમારી શારીરિક પ્રવૃત્તિઓ નહિવત થઈ જાય છે. આનાથી શરીરનું મેટાબોલિઝમ ધીમું પડે છે અને કેલરી બર્ન થતી નથી. જે સીધું વજન વધારે છે. એક સંસોધનમાં એમ પણ સામે આવ્યું છે કે દરરોજ ૯ કલાકથી વધુ સૂતા લોકોમાં ટાઇપ-૨ ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ સામાન્ય લોકો કરતા નોંધપાત્ર રીતે વધી જાય છે. લાંબી ઊંઘ બ્લડ શુગર અને હૃદયની ધમનીઓ પર વિપરીત અસર કરે છે. 

વધુ ઊંઘવાથી માથાનો દુખાવો, આળસ વધે છે

વધુ પડતી ઊંઘ મગજમાં સેરોટોનિન (Serotonin) નામના કેમિકલને પ્રભાવિત કરે છે, જેનાથી સવારે જાગતાની સાથે જ માથામાં દુખાવો શરૂ થાય છે. સતત એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી પડી રહેવાથી પીઠ અને ગરદનના સ્નાયુઓ અકડાઈ જાય છે. જો તમને પહેલેથી જ સાંધાનો દુખાવો હોય, તો ઓવરસ્લીપીંગ તેને વધુ ગંભીર બનાવે છે. વધુ ઊંઘવાથી શરીર ફ્રેશ થવાને બદલે વધુ આળસુ અને થાકેલું લાગે છે, જેને 'સ્લીપ ડ્રંકનેસ' કહેવાય છે. આ આદત ધીમે-ધીમે માણસને ડિપ્રેશન તરફ ધકેલે છે.

સ્વસ્થ રહેવા માટે ઊંઘનો આઈડલ સમય

નિષ્ણાતોની સલાહ મુજબ શરીરને ઊર્જાવાન રાખવા માટે દરરોજ ૭ થી ૮ કલાકની સ્લીપ પૂરતી છે. રોજ સૂવાનો અને જાગવાનો એક ફિક્સ સમય નક્કી કરો. રજાના દિવસે પણ આ બાયોલોજિકલ ક્લોક ન બગડે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. ઓછી ઊંઘથી તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તેમ વધુ પડતી ઊંઘ હાર્ટએટેક અને વધુ વજનનું કારણ બની શકે છે. માટે નિષ્ણાતની સલાહ અનુસરી  શિડયુલ મુજબ ઊંઘ લેવી.


આ પણ વાંચો : Monsoon Hair Care: ચોમાસામાં કઈ ભૂલોના કારણે તૂટે છે વાળ? જાણો બચાવવાના ઉપાયો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: