દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 21 જૂને ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ભાગદોડભરી જીવનશૈલીમાં ઘણી વખત લોકો મહત્વની તારીખો ભૂલી જાય છે. જો તમે ફાધર્સ ડે વિશે ભૂલી ગયા હોય અને પપ્પાને માટે કોઈ ખાસ આયોજન ન કરી શક્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. મોંઘા ગિફ્ટ કરતાં વધુ પિતાને તમારો સમય અને પ્રેમ મહત્વનો લાગે છે.


આ ચાર મહત્વના આઈડિયાથી દિવસ બનાવો યાદગાર 

પ્રથમ આઈડિયા - ઘરે ઉપલબ્ધ વસ્તુઓથી પણ તમે સરળતાથી પપ્પાના ચહેરા પર સ્મિત લાવી શકો છો. સૌથી પહેલા તમે “મેમરી લેન્સ વોક” બનાવી શકો છો. ઘરમાં પડેલા જૂના ફોટો આલ્બમમાંથી પપ્પાના બાળપણ, યુવાની અથવા પરિવાર સાથેના ખાસ ફોટા પસંદ કરીને એક નાનકડી યાદગાર ઝલક તૈયાર કરી શકાય છે.

બીજો આઈડિયા - સરપ્રાઈઝ 'પપ્પા સ્પેશિયલ કેફે' છે. પપ્પાને ચા કે કોફી બનાવીને તેમને ખાસ રીતે સર્વ કરો. સાથે તેમના મનપસંદ નાસ્તા અને એક નાનો સંદેશ લખેલી ચિઠ્ઠી પણ રાખી શકાય છે, જે તેમના દિવસને વધુ ખાસ બનાવી દેશે.

ત્રીજો આઈડિયા - 'સ્પેશિયલ વીડિયો' છે. મોબાઈલમાં રહેલા ફોટા અને વીડિયોથી એક નાનો મેમરી વીડિયો બનાવી શકાય છે, જેમાં તેમના મનપસંદ ગીતનો બેકગ્રાઉન્ડ ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારનો પ્રયાસ પિતાને ખૂબ ભાવુક કરી શકે છે.

ચોથો આઈડિયા - જો તમે પપ્પાથી દૂર હોય તો પણ તેમને ફોન કે વીડિયો કોલ કરીને સમય આપો. તેમના સાથે વાતચીત કરો, તેમની તંદુરસ્તી વિશે પૂછો અને જૂની યાદો શેર કરો. આ સરળ આઈડિયાઝ દ્વારા તમે ફાધર્સ ડેને માત્ર એક દિવસ નહીં પરંતુ એક યાદગાર અનુભવ બનાવી શકો છો.

આ પણ વાંચો: શું તમને પણ અડધી રાત્રે મોંઢુ સુકાય છે ? હોઇ શકે છે આ કારણો

  • Follow us on: