વીજળીનો કરંટ લાગવો એ અત્યંત ખતરનાક અકસ્માત છે. કયારેક Electric Shock લાગવાના કારણે વ્યક્તિ જીવ પણ ગુમાવે છે. હાલમાં મથુરાના વૃંદાવનમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન મંદિરની બહાર તીવ્ર ગરમીથી બચવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકાયેલા વોટર કુલરને સ્પર્શ કરતા જ ૨૧ વર્ષના એક યુવકનું કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બતાવે છે કે લોકોએ વીજ કરંટથી બચવાને લઈને પ્રાથમિક માહિતી રાખવી જરૂરી છે.


વીજ કરંટમાં જીવનું જોખમ

આજકાલ ઇલેકટ્રોનિક્સ વસ્તુઓનો વપરાશ વધ્યો છે. એસીથી લઈને ઇલેકટ્રીક વાહન, ઘરમાં ચાલતી સગડી તેમજ મિકસર જેવી વસ્તુઓ આજકાલ પ્રાથમિક જરૂરિયાત બની છે. આવી સ્થિતિમાં તમે કયારેક વીજ કરંટના શિકાર થઈ શકો છો. તો આ પરિસ્થિતિમાં સામાન્ય તકેદારી રાખશો તો જીવ બચશે. કોઈપણ વાયર અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણમાંથી ગમે ત્યારે કરંટ લીક થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ કરંટની લપેટમાં આવી જાય તો ગભરાયા વગર કયા તાત્કાલિક પગલાં (First Aid) લેવા જોઈએ. પરંતુ વીજ કરંટ લાગતા શું કરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે.

કોઈને કરંટ લાગે ત્યારે તાત્કાલિક કરો આ કામ

મેઈન સ્વીચ બંધ કરો: સૌથી પહેલું અને મહત્વનું કામ પાવર સપ્લાય બંધ કરવાનું છે. તાત્કાલિક ઘર કે બિલ્ડિંગની મુખ્ય સ્વીચ અથવા MCB બંધ કરી દો. જો સ્વીચ દૂર હોય, તો દર્દીને બચાવવા માટે સૂકી લાકડાની લાકડી, પ્લાસ્ટિક અથવા રબરની વસ્તુ વડે વાયરને દૂર કરો. યાદ રાખો, આ સમયે ભૂલથી પણ ખુલ્લા પગે ન રહો અને ભીની વસ્તુઓનો ઉપયોગ ન કરો.

વ્યક્તિને પ્રવાહથી સુરક્ષિત દૂર કરો: ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક કરંટના સ્ત્રોતથી દૂર ખસેડવી જરૂરી છે. પરંતુ ધ્યાન રાખો કે તેને સીધો હાથ લગાવવાને બદલે કપડાં અથવા સૂકા લાકડાની મદદથી ખેંચો, જેથી તમે પોતે તેની લપેટમાં ન આવી જાઓ.

સીપીઆર ટેકનિક અપનાવો: વ્યક્તિને કરંટથી મુક્ત કર્યા પછી તરત જ તેની નાડી (Pulse) અને શ્વાસ તપાસો. જો શ્વાસ બંધ લાગતા હોય, તો વિલંબ કર્યા વિના છાતી પર યોગ્ય દબાણ આપીને સીપીઆર (CPR - Cardiopulmonary Resuscitation) આપવાનું શરૂ કરો અને જરૂર પડે તો મોં દ્વારા કૃત્રિમ શ્વાસ આપો. આ સાથે જ દર્દીની હથેળીઓ અને પગના તળિયાને જોરથી ઘસો જેથી લોહીનું પરિભ્રમણ ચાલુ રહે અને હૃદય ધબકતું થાય.

પાણીથી દૂર રાખો અને બરફ લગાવો: કરંટ લાગેલા દર્દીને ભૂલથી પણ પાણી ન આપો અને પાણીથી દૂર રાખો. જો વ્યક્તિ હોશમાં હોય અને ત્વચા પર બળતરા કે દાઝવાના ચિહ્નો હોય, તો તે ભાગ પર બરફ અથવા ઠંડું કપડું લગાવો અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જાઓ.


આ પણ વાંચો : Kitchen Mistakes: આ ભૂલો રસોડાને બનાવે છે બીમારીનું ઘર, જાણો શુ છે કારણ?

  • Follow us on: