આગામી અમદાવાદ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ના મતદાનને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રાયપુર વિસ્તાર માટે મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાયપુર રોડ પર આવેલ 'ગુજરાત શ્રમયોગી કલ્યાણ ભવન' ખાતે ચૂંટણીલક્ષી ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર રાખવામાં આવ્યું હોવાથી પોલીંગ સ્ટાફ અને ઇવીએમને પહોંચાડી શકાય તથા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ચોક્કસ માર્ગો પર પ્રતિબંધ મુકાયો છે.


ક્યારે રસ્તાઓ બંધ રહેશે?

જાહેરનામા અનુસાર, તા. ૨૫/૦૪/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૫:૦૦ વાગ્યા સુધી અને મતદાન પૂર્ણ થયા બાદ તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ સાંજે ૧૭:૦૦ થી રાત્રે ૨૨:૦૦ વાગ્યા સુધી રાયપુર ચાર રસ્તાથી ગુજરાત શ્રમયોગી કલ્યાણ ભવન સુધીનો રોડ 'વન-વે' અથવા બંધ રહેશે.

કયા રૂટ પર અસર થશે?

રાયપુર ચાર રસ્તાથી કાગડાપીઠ ત્રણ રસ્તા: આ માર્ગ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ

વાહનચાલકો રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી, વાણીજ્ય ભવન અને સફળ-૩ સર્કલ થઈને સારંગપુર કે કાલુપુર તરફ જઈ શકશે. કાગડાપીઠથી રાયપુર તરફ આવતા લોકોએ કાંકરિયા ગેટ નં. ૩ અને આસ્ટોડિયા થઈને લાલ દરવાજા તરફનો રૂટ લેવો પડશે.

સહકાર આપવા વિનંતી

ચૂંટણી સ્ટાફ અને EVM ની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે નાગરિકોને પોલીસ તંત્ર દ્વારા સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.


આ પણ વાંચો----     Gandhinagar : વ્યાજખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, એક મહિનામાં 136 જેલ ભેગા, 110 ગુનાઓ દાખલ કરાયા

  • Follow us on: