ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર બેઠકો જ નથી જીતી, પરંતુ મતોના મામલે પણ વિરોધ પક્ષોને જોજનો દૂર ધકેલી દીધા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, ભાજપ સૌથી વધુ મત મેળવનાર પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના વોટશેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
મહાનગરપાલિકામાં ભાજપનો એકચક્રી દબદબો
રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભાજપે અત્યાર સુધીનો સૌથી મજબૂત 59.36% વોટશેર હાંસલ કર્યો છે. જેની સામે કોંગ્રેસ માત્ર 26.46% અને આમ આદમી પાર્ટી 10.27% મતો મેળવી શકી છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની હોવાનું આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે.













