ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના DGPની અધ્યક્ષતામાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.


 જંગી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે જંગી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. આયોજન મુજબ, રાજ્યભરમાં 59,525 હોમગાર્ડ અને જી.આર.ડી. (GRD) જવાનો ફરજ બજાવશે.

વધારાની 41,383 જવાનોની ફોર્સનું ડિપ્લોયમેન્ટ

આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાની 41,383 જવાનોની ફોર્સનું ડિપ્લોયમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ અને સીસીટીવી તેમજ ટેકનિકલ માધ્યમોથી સતત મોનિટરિંગ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

આંતર-રાજ્ય સરહદો પર ચેકિંગ સઘન બનાવવાના આદેશ

ખાસ કરીને, ચૂંટણી દરમિયાન અસામાજિક તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય સરહદો પર ચેકિંગ સઘન બનાવવાના આદેશ અપાયા છે. DGPએ સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ મતદાન એ પોલીસની પ્રાથમિકતા છે અને ટેકનિકલ રીતે સજ્જ થઈને પોલીસ કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સતર્ક રહેશે. દરેક બૂથ પર પૂરતો બંદોબસ્ત ફાળવીને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે.


આ પણ વાંચો----      Aravalli : શિક્ષણના ધામમાં 'નશાખોર' ગુરુજી, મોડાસાની શાળામાં દારૂ ઢીંચીને આવેલા શિક્ષકનો વીડિયો વાયરલ

  • Follow us on: