ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરાના વોર્ડ નં. 5 માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અહીં ભાજપના પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશો અને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સમયે પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર હતા.


 ભાજપના કાર્યકરે ઉશ્કેરાઈને શૂટિંગ બંધ કરવાનું કહ્યું

મળતી માહિતી મુજબ, ભાજપના નેતાઓ જ્યારે વોર્ડ નં. 5 માં પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ વર્ષોથી સતાવતી પાયાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ રજૂઆત દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે એક સ્થાનિક વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું મોબાઈલમાં શૂટિંગ ઉતારી રહ્યો હતો. ભાજપના કાર્યકરે ઉશ્કેરાઈને શૂટિંગ બંધ કહ્યું હતું

કાર્યકરે સ્થાનિક સાથે દાદાગીરી કરીને તેને ધક્કો માર્યો

જોતજોતામાં વિવાદ એટલો વધ્યો કે કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. એક કાર્યકરે સ્થાનિક સાથે દાદાગીરી કરીને તેને ધક્કો માર્યો હતો. વાત ફેંટ પકડવા અને મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. ડો. હિતેન્દ્ર પટેલની હાજરીમાં જ થયેલી આ બબાલને કારણે ભાજપના પ્રચાર કાર્યક્રમમાં વિક્ષેપ પડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાની વેદના રજૂ કરે છે ત્યારે સત્તાધારી પક્ષના કાર્યકરો દાદાગીરી પર ઉતરી આવે છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ બન્યા છે.


આ પણ વાંચો----     Gandhinagar : વ્યાજખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, એક મહિનામાં 136 જેલ ભેગા, 110 ગુનાઓ દાખલ કરાયા

  • Follow us on: