સુરેન્દ્રનગર જિલ્લામાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની પાંચ સંસ્થાઓ જેમાં મહાનગરપાલિકા, પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે, તેના માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ લોકશાહીના પર્વને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આજે લખતર ખાતેથી EVM મશીન તેમજ જરૂરી સ્ટેશનરીની ફાળવણી કરવામાં આવી છે.


લખતર મોડેલ સ્કૂલ ખાતેથી કામગીરીનો પ્રારંભ

લખતર મોડેલ સ્કૂલને ચૂંટણી કામગીરીનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીંથી આજે તમામ મતદાન મથકોના સ્ટાફને ઓર્ડર આપીને રવાના કરવામાં આવ્યા હતા. લખતર તાલુકાના 74 બૂથ પર આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, તમામ બૂથ પર સમયસર EVM અને મતદાન સામગ્રી પહોંચી જાય.

દસાડામાં ચુસ્ત બંદોબસ્ત: 26 બૂથ સંવેદનશીલ

દસાડા વિધાનસભા હેઠળ આવતા વિસ્તારોમાં ચૂંટણીને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક છે. તંત્ર દ્વારા દસાડાના 26 વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ફરજમાં જોડાશે.

સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લખતરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 79 પોલીસ જવાનો, 94 હોમગાર્ડ એમ કુલ મળીને 173 (પેટ્રોલિંગ સહિત) જવાન તૈનાત રહેશે. વહીવટી તંત્રએ દાવો કર્યો છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ આયોજન સજ્જ છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: લોકશાહીનું મહાપર્વ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતાધિકારનો ઉપયોગ કરશે


  • Follow us on: