પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે T20 વર્લ્ડકપ 2026 પહેલા ફોર્મમાં પરત ફરીને એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ T20Iમાં બાબરે વિરાટ કોહલીને પાછળ છોડીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20Iમાં બાબર આઝમે 36 બોલમાં અણનમ 50 રનની શાનદાર ઈનિંગ રમી. આ અડધી સદી સાથે બાબર આઝમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની અડધી સદી 39મી વખત ફટકારી, વિરાટ કોહલીને પાછળ છોડી દીધી. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા 32 અડધી સદી સાથે ત્રીજા નંબરે છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને 2024માં T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પરિસ્થિતિમાં બાબર આગામી વર્ષોમાં T20Iમાં 50 અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે.
T20I ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેન
બાબર આઝમ (પાકિસ્તાન) – 39
વિરાટ કોહલી (ભારત) – 38
રોહિત શર્મા (ભારત) – 32
મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) – 30
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 28
બાબર આઝમે ફક્ત 4 બાઉન્ડ્રી ફટકારી
બાબર આઝમે 138.88ના સ્ટ્રાઈક રેટથી અડધી સદી ફટકારી, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા. તેની અડધી સદીએ પાકિસ્તાનને 200 રનનો આંકડો પાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. પાછલી બે મેચમાં બાબર અનુક્રમે 2 અને 24 રન બનાવીને આઉટ થયો હતો.
પરંતુ ત્રીજી મેચમાં તેને યોગ્ય સમયે ફોર્મ મેળવ્યું. ચોથા નંબર પર બેટિંગ કરતા બાબરની શરૂઆત ધીમી હતી, પરંતુ એકવાર સ્થિર થયા પછી તેને ટાઈમિંગ સાથે રન બનાવ્યા. બીજા છેડે સૈમ અયુબે 56 રન, શાદાબ ખાન 46 રન અને ખ્વાજા નાફે 21 રને આક્રમક રીતે રમી રહ્યા હતા, જ્યારે બાબરે એક છેડો પકડી રાખ્યો હતો. તેને છેલ્લી ઓવરમાં એક સિંગલ રન સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી.
આ દરમિયાન બાબર આઝમે પણ મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. તેને સેમ અયુબ સાથે ત્રીજી વિકેટ માટે 69 રન અને શાદાબ ખાન સાથે પાંચમી વિકેટ માટે અણનમ 57 રનની પાર્ટનરશીપ કરી. આ ઈનિંગને કારણે પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો.
આ પણ વાંચો: U19 World Cupમાં પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગ, એક જ બોલ પર કરી 2 મોટી ભૂલ