વર્ષ 2025 ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ જ સારું રહ્યું. સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને WTC ટાઈટલ જીત્યું. આ સિવાય કેટલીક મેચો ખાસ યાદગાર રહી. 2025નું વર્ષ ઘણા ક્રિકેટરો માટે શાનદાર રહ્યું, જેમણે બેટ અને બોલ બંનેથી બેસ્ટ પ્રદર્શન કર્યું. તમને ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવીને અને વિકેટ લઈને 2025ને પોતાનું સ્થાન બનાવનારા ખેલાડીઓનું નામ જણાવી દઈએ.


શુભમન ગિલ

શુભમન ગિલે 2025 માં 9 મેચ રમી હતી, જેમાં 16 ઈનિંગમાં 983 રન બનાવ્યા હતા. તેની એવરેજ 70.21 હતી, જેમાં 5 સદી ફટકારી હતી અને તેનો સૌથી વધુ સ્કોર 269 હતો.

મિચેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક માટે 2025નું વર્ષ સ્વપ્નથી ઓછું ન હતું. તેને 11 ટેસ્ટ મેચમાં 55 વિકેટ લીધી હતી. તેને 3 વખત 5 વિકેટ અને એક વખત 10 વિકેટ પણ લીધી હતી.

ટ્રેવિસ હેડ

ટ્રેવિસ હેડનું 2025નું વર્ષ બેટિંગમાં સારું રહ્યું. તેને 11 ટેસ્ટ મેચમાં 40.85 ની એવરેજથી 817 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજે 2025માં 10 મેચમાં 43 વિકેટ લીધી હતી. આ વર્ષે તે ભારત માટે મેચ વિનર સાબિત થયો, તેને 2 વખત 5 વિકેટ લીધી.

કેએલ રાહુલ

કેએલ રાહુલે 2025માં 10 ટેસ્ટ મેચ રમી અને 813 રન બનાવ્યા. તેની એવરેજ 45.16 હતો અને તેનો હાઈએસ્ટ સ્કોર 137 હતો. તેને આ વર્ષે 3 સદી અને 3 અડધી સદી ફટકારી.

બ્લેસિંગ મુજરબાની

ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુજરબાનીએ 2025 માં ટેસ્ટ ક્રિકેટમાં ધૂમ મચાવી હતી. તેને 10 મેચમાં 42 વિકેટ લીધી હતી. તેને 3 વખત 5 વિકેટ પણ લીધી હતી.

જો રૂટ

2025નું વર્ષ ઈંગ્લેન્ડના જો રૂટ માટે યાદગાર ટેસ્ટ વર્ષ સાબિત થયું. તેને 10 મેચની 18 ઈનિંગમાં 50.31ની એવરેજથી 805 રન બનાવ્યા. આ વર્ષે તેને 4 સદી ફટકારી.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સે 2025માં માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ બેસ્ટ પ્રદર્શન કર્યું છે. તેને 9 મેચમાં 23.12ની એવરેજથી 33 વિકેટ લીધી હતી. આ વર્ષે તેને 2 વાર 5 વિકેટ પણ લીધી હતી.

હેરી બ્રુક

હેરી બ્રુક પોતાના કરિયરના અંતિમ તબક્કામાં છે અને તેને 2025માં 10 મેચમાં 45.35 ની એવરેજથી 771 રન બનાવ્યા હતા. આ વર્ષે તેને 4 અડધી સદી અને 2 સદી પણ ફટકારી હતી.

તૈજુલ ઈસ્લામ

બાંગ્લાદેશના સ્પિન બોલર તૈજુલ ઈસ્લામે 2025 માં શાનદાર ટેસ્ટ કરિયર બનાવી હતી. તેને 6 મેચમાં 33 વિકેટ લીધી હતી અને 2 વખત 5 વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો: Deepti Sharma પાસે ચોથી T20 મેચમાં ઈતિહાસ રચવાની તક, આ મામલે બનશે નંબર 1



  • Follow us on: