વિરાટ કોહલીએ ભલે ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તે વનડેમાં બેટથી બેસ્ટ પ્રદર્શન કરી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની તાજેતરની વનડે સિરીઝમાં વિરાટે 3 મેચમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી હતી.


વિરાટ કોહલી પોતાના કરિયરના એવા તબક્કામાં છે જ્યાં તે દરેક મેચ સાથે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની આગામી ODI સિરીઝ કિંગ કોહલીને સચિન તેંડુલકરના "વિરાટ" રેકોર્ડને તોડવાની સુવર્ણ તક પણ મળશે.

વિરાટ કોહલી સચિનનો રેકોર્ડ તોડશે

ફક્ત 2 બેટ્સમેનોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28,000 થી વધુ રન બનાવ્યા છે. આ બેટ્સમેન છે સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા. વિરાટ કોહલી આ લિસ્ટમાં પહોંચવાથી માત્ર 25 રન દૂર છે. સચિને તેની 644મી ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી.

કુમાર સંગાકારાએ તેની 666મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. વિરાટે હવે 623 ઈનિંગમાં 27,975 રન બનાવ્યા છે. જો કોહલી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં 25 રન બનાવી લે છે, તો તે 28,000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બની જશે. વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે.

સાઉથ આફ્રિકા સામે મચાવી ધૂમ

સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું. પહેલી ODIમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, 120 બોલમાં શાનદાર 135 રન બનાવ્યા. બીજી ODIમાં વિરાટ કોહલીએ 93 બોલમાં 102 રનની ઝડપી ઈનિંગ રમી. સિરીઝની અંતિમ મેચમાં વિરાટે ટીમ ઈન્ડિયાની શાનદાર જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, 45 બોલમાં 65 રન બનાવ્યા.

આ પણ વાંચો: Hardik Pandya ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો બનશે કેપ્ટન! 2026માં સિલેક્શન કમિટી લેશે મહત્વપૂર્ણ નિર્ણય?

  • Follow us on: